અમેરિકામાં રહેતા LGBTQIA+ સમુદાયની મુશ્કેલીઓ વધી શકે છે, ટ્રમ્પ આ મામલે ફેરફાર કરે તેવી શક્યતા

અમેરિકામાં રહેતા LGBTQIA+ સમુદાયની મુશ્કેલીઓ વધી શકે છે, ટ્રમ્પ આ મામલે ફેરફાર કરે તેવી શક્યતા

11/27/2024 World

SidhiKhabar

SidhiKhabar

અમેરિકામાં રહેતા LGBTQIA+ સમુદાયની મુશ્કેલીઓ વધી શકે છે, ટ્રમ્પ આ મામલે ફેરફાર કરે તેવી શક્યતા

જાન્યુઆરી 2025માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ મોટો આદેશ જાહેર કરી શકે છે. ધ સન્ડે ટાઈમ્સના અહેવાલ મુજબ ટ્રમ્પ યુએસ આર્મીમાંથી ટ્રાન્સજેન્ડર્સને છૂટા કરી શકે છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં રહેતા LGBTQIA+ સમુદાયની મુશ્કેલીઓ વધી શકે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ એવો નિર્ણય લઈ શકે છે જેના દ્વારા યુએસ આર્મીમાં કામ કરતા તમામ ટ્રાન્સજેન્ડર્સને બહારનો રસ્તો બતાવી શકે છે. જો ટ્રમ્પ આવો આદેશ આપશે તો ટ્રાન્સજેન્ડર્સને મેડિકલી અનફિટ જાહેર કરવામાં આવશે અને તેમને સેનામાંથી છુટ્ટા કરવામાં આવશે. 


રિપોર્ટ શું કહે છે

રિપોર્ટ શું કહે છે

ધ સન્ડે ટાઈમ્સના અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન પણ આવો જ આદેશ જાહેર કર્યો હતો. ત્યારબાદ તેમના આદેશ હેઠળ સેનામાં ટ્રાન્સજેન્ડરોની ભરતી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જો કે, અગાઉથી સેવા આપી રહેલા ટ્રાન્સજેન્ડર્સને તેમનું કામ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ રિપોર્ટ અનુસાર, આ વખતે ટ્રમ્પ હાલમાં સેનામાં ફરજ બજાવતા ટ્રાન્સજેન્ડર્સને પણ હટાવવાની તૈયારી કરી રહ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ આ આદેશ 20 જાન્યુઆરી, 2025ના રોજ જાહેરી કરી શકે છે, જે દિવસે તેઓ રાષ્ટ્રપતિ પદ સંભાળશે.  


યુએસ સૈન્યમાં કેટલા ટ્રાન્સજેન્ડર છે?

યુએસ સૈન્યમાં કેટલા ટ્રાન્સજેન્ડર છે?

રિપોર્ટ અનુસાર, હાલમાં 15,000 ટ્રાન્સજેન્ડર યુએસ આર્મીમાં સેવા આપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી સેનામાં ટ્રાન્સજેન્ડર સમુદાયના સમાવેશનો વિરોધ કરે છે. ટ્રમ્પે ટ્રાન્સજેન્ડર એથ્લીટ્સને રમતગમતથી દૂર રાખવા પર પણ અવાજ ઉઠાવ્યો છે.

સંરક્ષણ સચિવ માટે ડોનાલ્ડ ટ્રમ્પની પસંદગી, પીટ હેગસેથ, ટ્રાન્સજેન્ડરો પરના તેમના કડક વલણ માટે પણ જાણીતા છે. રિપોર્ટ અનુસાર, હેગસેથે એક પ્રસંગે દલીલ કરી હતી કે યુએસ આર્મીમાં મહિલાઓ અને ટ્રાન્સજેન્ડરોની ભરતીના કારણે અમેરિકન સુરક્ષાનું સ્તર નબળું પડી રહ્યું છે. આ સિવાય અમેરિકાના નવા ચૂંટાયેલા વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સનું પણ ટ્રાન્સજેન્ડરો પ્રત્યે આવું જ વલણ છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top