Gujarat Rain Forecast: 7થી વધારે જિલ્લામાં રેડ એલર્ટ, 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી! શું

Gujarat Rain Forecast: 7થી વધારે જિલ્લામાં રેડ એલર્ટ, 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી! શું કહે છે અંબાલાલની આગાહી?

07/25/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat Rain Forecast: 7થી વધારે જિલ્લામાં રેડ એલર્ટ, 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી! શું

Monsoon alert: ગુજરાતમાં  હાલ એક ઓફ શોર ટર્ફ અને શિઅર ઝોન એક્ટિવ છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કચ્છમાં વરસાદ (rain)  વરસી રહ્યો છે. હવામાન વિભાગની (Meteorological Department)  આગાહી (forecast) મુજબ  28 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતમાં છુટછવાયો વરસાદ વરસશે. આજે હવામાન વિભાગે (Meteorological Department)  7 જિલ્લામાં ભારે વરસાદની ( heavy rain)  આગાહી કરી છે.


શું કહે છે હવામાન વિભાગની આગાહી?

શું કહે છે હવામાન વિભાગની આગાહી?

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, વલસાડ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. સારા વરસાદની રાહ જોતા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આવતીકાલે સક્રિય થનાર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં આજે અનરાધાર વરસાદનું અનુમાન છે.

ગુજરાતમાં આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, અમરેલી, બોટાદ, પંચમહાલ, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે. તેમજ હવામાન વિભાગે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

અત્યાર સુધીની રાજ્યમાં ચોમાસાની (monsoon) સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 50 ટકા વરસાદ નોંધાયો છે.  ક્ષમતાના 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 46 સુધી પહોંચી છે. 70થી 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 25 છે.  50થી 70 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 41 છે. તો 25 ટકાથી નીચે ભરાયેલા ડેમની સંખ્યા 69 છે. આ સાથે રાજ્યની 10 નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.


અંબાલાલ પટેલની આગાહી શું કહે છે?

અંબાલાલ પટેલની આગાહી શું કહે છે?

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 3 વરસાદી સિસ્ટમો સક્રિય થવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આગામી 26થી 30 જૂલાઈએ વરસાદી સિસ્ટમ બનશે. 26 જૂલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે.

7મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. પશ્વિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

 નોંધનીય છે કે ભારે વરસાદથી ગામડાના માર્ગોથી લઈને સ્ટેટ હાઈવે પ્રભાવિત થયા છે.  17 રાજ્ય ધોરીમાર્ગો અને  42 અન્ય રસ્તા અને પંચાયતના 607 રસ્તાઓ સહિત કુલ 666 રસ્તાઓ હાલમાં બંધની સ્થિતિમાં છે. તો રાજ્યના 235 ગામમાં હજુ પણ વીજળી ગૂલ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top