માત્ર બેસી રહેવાથી જ નહીં પરંતુ આ ટેવોના કારણે પણ વધી જાય છે તમારુ વજન

માત્ર બેસી રહેવાથી જ નહીં પરંતુ આ ટેવોના કારણે પણ વધી જાય છે તમારુ વજન

07/26/2023 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

માત્ર બેસી રહેવાથી જ નહીં પરંતુ આ ટેવોના કારણે પણ વધી જાય છે તમારુ વજન

અત્યારની લાઈફસ્ટાઈલના કારણે આજકાલ વજન વધવુ ખૂબ સામાન્ય વાત થઈ ગઈ છે. ઘણી વખત લોકો વજન ઘટાડવા માટે ઘણી રીતો અપનાવે છે પરંતુ તેમ છતાં કોઈ ફાયદો મળતો નથી. જોકે એક્સરસાઈઝ અને યોગ્ય ડાયટથી વજનને કંટ્રોલ કરી શકાય છે પરંતુ ઘણા લોકો માટે વજન ઘટાડવુ એક મુશ્કેલ કામ હોય છે. લોકોને લાગે છે કે માત્ર ઓયલી ખાવાથી વજન વધે છે.


અપૂરતી ઊંઘ

અપૂરતી ઊંઘ

અપૂરતી ઊંઘ પણ વજન વધવાનું મુખ્ય કારણ છે. અપૂરતી ઊંઘના કારણે ભૂખને દબાવનાર હોર્મોન લેપ્ટિન વધી જાય છે. જેનાથી વ્યક્તિને વારંવાર ભૂખ લાગે છે. ખાસ કરીને રાતના સમયે જ્યારે વ્યક્તિ જાગી રહી હોય છે તો તેને વધુ ભૂખ લાગે છે, જેના કારણે તે કંઈ પણ ખાઈ લે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક શ્રેષ્ઠ સ્લીપ હાઈજીનને ફોલો કરવુ ખૂબ જરૂરી છે. આ માટે સૂવાના બે કલાક પહેલા ભોજન કરી લેવુ જોઈએ.


નાસ્તો ન કરવો

નાસ્તો ન કરવો

ઓફિસની ભાગદોડમાં અમુક લોકો સવારે નાસ્તો કરતા નથી. બ્રેક ફાસ્ટ ન કરવાથી મેટાબોલિઝ્મને અસર થાય છે અને બોડીનું ઈન્ટરનલ બ્લોક બગડી જાય છે તેથી સવારમાં હેલ્ધી નાસ્તો કરવો ખૂબ જરૂરી છે. હેલ્ધી નાસ્તાથી દિવસ પણ હેલ્ધી થઈ જાય છે પેટ પણ ભરાઈ રહે છે.


તણાવ

તણાવ

તણાવ જરૂરિયાત કરતા વધુ વધી જાય તો આનાથી કોર્ટિસોલનું સ્તર પણ વધી જાય છે. એક સ્ટડી અનુસાર, કોર્ટિસોલનું ઉચ્ચ સ્તર અને ફેટ માસનો પરસ્પર ગાઢ સંબંધ છે. કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હોર્મોન ઘણા પ્રકારની સમસ્યાઓ પેદા કરવાની સાથે-સાથે વજન પણ વધારવાનું કામ કરે છે.


પાણી ન પીવુ

પાણી ન પીવુ

પાણી શરીરમાં સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે જેનાથી વધુ ભૂખ લાગતી નથી સાથે જ પૂરતુ પાણી પીવાથી કેલેરી બર્ન થાય છે અને પાચનશક્તિ વધે છે. સવારે ઉઠીને પાણી ન પીવાથી વજન વધી શકે છે.


સ્મોકિંગ

સ્મોકિંગ

સિગારેટ પીવાનું છોડ્યા બાદ વ્યક્તિનું વજન 3-4 કિલો સુધી વધી શકે છે પરંતુ સ્મોકિંગ છોડવાના ફાયદા તેની સરખામણીએ ઘણા વધુ છે, તેથી તેને છોડવામાં જ ભલાઈ છે.


ખાણી-પીણી

ખાણી-પીણી

એવુ નથી કે વધુ ભોજન જમતા લોકો જ મેદસ્વીપણાનો શિકાર થાય છે, પરંતુ ઓછુ જમતા લોકો પણ મેદસ્વીપણાનો શિકાર થઈ શકે છે. મહત્વનું એ હોય છે કે તેઓ શું ખાઈ રહ્યા છે.


મેડિસિનનો વધુ ઉપયોગ

મેડિસિનનો વધુ ઉપયોગ

સામાન્ય હેલ્થ પ્રોબ્લેમમાં ટેબલેટ્સનો ઉપયોગ કરવો આજના સમયે વધુ થવા લાગ્યો છે પરંતુ યાદ રાખો દરેક દવાની કોઈકને કોઈક સાઈડ ઈફેક્ટ જરૂર હોય છે અને સૌથી પહેલા તે તમારુ વજન વધારે છે


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top