ફ્લાઇટમાં પણ મળશે સુપરફાસ્ટ કનેક્ટિવિટી, સ્ટારલિંકના વીડિયોએ Jio, Airtelનું ટેન્શન વધાર્યું
Starlink ટૂંક સમયમાં ભારતમાં તેની સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ કરી શકે છે. એલોન મસ્કની કંપની નિયમનકારી પરવાનગી મેળવવાની રાહ જોઈ રહી છે. ઈલોન મસ્કે એક વીડિયો શેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્લાઈટની અંદર ઓનલાઈન ગેમિંગ કરી શકાય છે.
સ્ટારલિંક સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા ભારતમાં ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. ઈલોન મસ્કની કંપની ટેલિકોમ રેગ્યુલેટર તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહી છે. સેટેલાઇટ બ્રોડબેન્ડ સ્પેક્ટ્રમ ફાળવણી પૂર્ણ થયા બાદ કંપનીને આ માટે મંજૂરી મળી શકે છે. Elon Muskની કંપની ઉપરાંત Airtel OneWeb અને Jio Satcom સાથે Amazon Kuiper પણ ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ કરવાની રેસમાં છે. ભારતમાં આવતા વર્ષની શરૂઆતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ થઈ શકે છે.
એલોન મસ્કે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી 2 મિનિટનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્ટારલિંકની બ્રોડબેન્ડ કનેક્ટિવિટીનો ઉપયોગ કરીને ફ્લાઈટની અંદર ઓનલાઈન ગેમ્સ રમાઈ રહી છે, જે દર્શાવે છે કે સ્ટારલિંક ફ્લાઈટમાં પણ સુપરફાસ્ટ કનેક્ટિવિટી પ્રદાન કરશે. પોતાની પોસ્ટમાં મસ્કે લખ્યું છે કે સ્ટારલિંક એટલી સારી છે કે તમે ફ્લાઈટમાં પણ રિયલ ટાઈમ વીડિયો ગેમ્સ રમી શકો છો.
એલોન મસ્ક દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં કોઈ પણ પ્રકારનું લેગિંગ જોવા મળતું નથી. આવી સ્થિતિમાં યુઝર્સને ફ્લાઈટમાં પણ વીડિયો કોલ કરવામાં અથવા ઓનલાઈન મીટિંગ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. સ્ટારલિંક બ્રોડબેન્ડમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 250Mbps થી 300Mbpsની ઝડપે ઈન્ટરનેટ એક્સેસ કરી શકાય છે, જે વર્તમાન વાયર્ડ બ્રોડબેન્ડની બરાબર છે.
Path of Exile 2, Arbiter of Ash.Played over @Starlink in an airplane.Starlink is so good that you can play real-time video games while airborne! pic.twitter.com/DEpRJYfU6y — Elon Musk (@elonmusk) December 17, 2024
Path of Exile 2, Arbiter of Ash.Played over @Starlink in an airplane.Starlink is so good that you can play real-time video games while airborne! pic.twitter.com/DEpRJYfU6y
એલોન મસ્કની કંપની સ્ટારલિંક ભારતમાં તેની સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા આવતા વર્ષની શરૂઆતમાં શરૂ કરી શકે છે. જોકે, ભારતમાં સ્ટારલિંકનો રસ્તો આટલો સરળ નથી. તાજેતરમાં એક રિપોર્ટ અનુસાર, સ્ટારલિંકે હજુ સુધી રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ પૂર્ણ કર્યું નથી, જેના કારણે તેને ભારતમાં સર્વિસ શરૂ કરવા માટે NoC મળ્યું નથી. તે જ સમયે, એરટેલ અને જિયોએ ટેલિકોમ્યુનિકેશન વિભાગ પાસેથી એનઓસી મેળવ્યું છે. આ કંપનીઓ માત્ર સ્પેક્ટ્રમ ફાળવણીની રાહ જોઈ રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp