પેન બનાવનારી કંપનીની બજારમાં જબરદસ્ત એન્ટ્રી, 65 ટકા ફાયદા પર થઈ લિસ્ટિંગ

પેન બનાવનારી કંપનીની બજારમાં જબરદસ્ત એન્ટ્રી, 65 ટકા ફાયદા પર થઈ લિસ્ટિંગ

12/01/2023 Business

SidhiKhabar

SidhiKhabar

પેન બનાવનારી કંપનીની બજારમાં જબરદસ્ત એન્ટ્રી, 65 ટકા ફાયદા પર થઈ લિસ્ટિંગ

પેન બનાવનારી કંપની ફલેયર રાઇટિંગની શેર બજારમાં જબરદસ્ત એન્ટ્રી થઈ છે. કંપનીના શેર BSEમાં 503 રૂપિયા પર લિસ્ટ થયા છે. ફ્લેયર રાઇટિંગ (Flair Writing)ના શેર 65 ટકાથી વધુના પ્રીમિયમ પર લિસ્ટ થયા છે. IPOમાં કંપનીના શેર 304 રૂપિયા પર અલોટ થયા હતા. એટલે કે રોકાણકારોને લિસ્ટિંગવાળા દિવસે દરેક શેર પર સારો એવો ફાયદો થયો છે. Flair Writingના IPOની પ્રાઇઝ બેન્ડ 288-304 રૂપિયા હતી. Flair Writingના શેર NSEમાં 501 રૂપિયા પર લિસ્ટ થયા છે.


પબ્લિક ઇશ્યૂની ટોટલ સાઇઝ 593 કરોડની

પબ્લિક ઇશ્યૂની ટોટલ સાઇઝ 593 કરોડની

Flair Writingનો IPO સબ્સક્રિપ્શન માટે 22 નવેમ્બરે ખૂલ્યો હતો અને તે 24 નવેમ્બર સુધી ખુલ્લો રહ્યો હતો. Flair Writingના પબ્લિક ઇશ્યૂની ટોટલ સાઇઝ 593 કરોડ રૂપિયાની છે. IPO અગાઉ કંપનીના પ્રમોટરની હિસ્સેદારી 97.49 ટકા હતી. જો કે, હવે 79.21 ટકા રહી ગઈ છે. કંપની IPO દ્વારા ભેગી કરવામાં આવેલી રકમનો ઉપયોગ વલસાડ જિલ્લામાં નવી મેન્યૂફેક્ચરિંગ યુનિટ લગાવવાં પોતાની અને સહાયક એકાઈના કેપિટલ એક્સપેન્ડિચરની ફંડિંગમાં કરશે.


IPO પર લાગ્યો 49 ગણો દાવ

IPO પર લાગ્યો 49 ગણો દાવ

Flair Writingનો IPO ટોટલ 49.28 ગણો સબ્સક્રાઇબ થયો છે. કંપનીના IPOમાં રિટેલ ઈન્વેસ્ટર્સનો કોટા 13.73 ગણો સબ્સક્રાઇબ થયો છે. તો નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 35.23 ગણું સબ્સક્રિપ્શન મળ્યું છે. જ્યારે ક્વાલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં 122.02 ગણું સબ્સક્રિપ્શન મળ્યું છે. કંપનીના IPOમાં રિટેલ ઈન્વેસ્ટર્સ ઓછામાં ઓછો 1 લોટ અને મહત્તમ 13 લોટ પર બોલી લગાવી શકતા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top