ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન લેવું હવે સરળ નહીં હોય, RBIએ નિયમોમાં કર્યો બદલાવ

ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન લેવું હવે સરળ નહીં હોય, RBIએ નિયમોમાં કર્યો બદલાવ

11/18/2023 Business

SidhiKhabar

SidhiKhabar

ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન લેવું હવે સરળ નહીં હોય, RBIએ નિયમોમાં કર્યો બદલાવ

મોટા ભાગના લોકો પોતાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડનો સહારો લે છે. ભારતીય બેંક અને નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન જેવી અનસિક્યોર્ડ લોન આપે છે. જો કે, હવે ક્રેડિટ કાર્ડ બનાવવો કે પર્સનલ લોન લેવી મુશ્કેલ થઈ શકે છે. RBIએ કેટલાક નિયમો સખત કરી દીધા છે. RBIએ બેન્કો અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીના અનસિક્યોર્ડ લોન પોર્ટફોલિયો સાથે જોડાયેલા નિયમો ટાઈટ કરી દીધા છે.


RBIએ કયા નિયમોને કર્યા સખત:

RBIએ બેન્કોના અનસિક્યોર્ડ લોનને લઈને ગત ગુરુવારે એક રીલિઝ જાહેર કર્યું. RBIએ તેમાં કહ્યું કે હવે બેન્કો અને નોન બેન્કિંગ કંપનીઓને અનસિક્યોર્ડ લોન પોર્ટફોલિયો માટે વધારે પૂંજી અલગ રાખવાની જરૂરિયાત હશે. આ પૂંજી પહેલાથી 25 ટકા વધુ હશે. જ્યાં પહેલા 100 ટકા અલગ પૂંજી રાખવામાં આવતી હતી, તો બેન્કો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓએ 125 ટકા કેપિટલ અલગ રાખવાની જરૂરિયાત હશે. માની લો બેન્કે 5 લાખ રૂપિયાની પર્સનલ લોન આપી તો આ અગાઉ 5 લાખ રૂપિયા જ અલગ રાખવા પડતાં હતા, પરંતુ હવે બેન્કોએ 25 ટકા વધુ 6 લાખ 25 હજાર અલગ રાખવા પડશે.


RBIએ કેમ લીધો એવો નિર્ણય?

RBIએ કેમ લીધો એવો નિર્ણય?

છેલ્લા કેટલાક સમયમાં પર્સનલ અને ક્રેડિટ કાર્ડમાં તેજ ગ્રોથ જોવા મળ્યો છે. ગયા વર્ષે બેંક લોન ગ્રોથને અનસિક્યોર્ડ લોને મોટા માર્જિનથી પાછળ છોડી દીધો હતો. ખાસ કરીને ક્રેડિટ અને પર્સનલ લોનમાં અસામાન્ય વધારો જોવા મળ્યો. પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડની સંખ્યામાં વધારો થયો છે, તો ડિફૉલ્ટના કેસ પણ વધારે આવ્યા અને સમય પર પેમેન્ટના કેસ ઓછા થયા. એવામાં RBIએ આ પ્રકારના લોનના નિયમને સખત કરી દીધા છે.


ગ્રાહકો પર શું થશે અસર?

RBIના આ લોન નિયમથી બેન્કો અને નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને વધારે કેપિટલ અલગથી રાખવી પડશે. તેનો અર્થ છે કે બેન્કો અને નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને અનસિક્યોર્ડ લોન માટે ઓછા પૈસા બચશે, જેના કારણે ગ્રાહકોને આ પ્રકારની લોન લેવામાં સમસ્યા આવી શકે છે. સાથે જ બેંક અને ABFC કેટલાક ક્રાઇટેરિયા પણ નક્કી કરી શકે છે.


કયા પ્રકારની લોન પર નહીં લાગૂ થાય આ નિયમ?

કયા પ્રકારની લોન પર નહીં લાગૂ થાય આ નિયમ?

RBIએ સ્પષ્ટ કર્યું છે કે કયા પ્રકારની લોન પર આ નિયમ લાગૂ કરવામાં નહીં આવે. મોટા ભાગે લોન બે પ્રકારની હોય છે સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ. અનસિક્યોર્ડ લોનમાં પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ હોય છે. તો સિક્યોર્ડ લોનમાં હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન અને પ્રોપર્ટી લોન વગેરે આવે છે. આ પ્રકારની લોન સિક્યોર્ડ એટલે હોય છે કે તેના બદલે કંઈક ને કંઈક બેન્કો પાસે રાખવું પડે છે. RBIના આ નિયમની અસર સિક્યોર્ડ લોન પર નહીં હોય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top