પેટ્રોલના ભાવમાં આજે ફરી ભડકો : અનેક શહેરોમાં પેટ્રોલે સદી ફટકારી, જાણો તમારા શહેરનો ભાવ

પેટ્રોલના ભાવમાં આજે ફરી ભડકો : અનેક શહેરોમાં પેટ્રોલે સદી ફટકારી, જાણો તમારા શહેરનો ભાવ

07/02/2021 Business

SidhiKhabar

SidhiKhabar

પેટ્રોલના ભાવમાં આજે ફરી ભડકો : અનેક શહેરોમાં પેટ્રોલે સદી ફટકારી, જાણો તમારા શહેરનો ભાવ

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બે દિવસ સુધી સ્થિર રહ્યા બાદ આજે ફરીથી પેટ્રોલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે જયારે ડિઝલની કિંમતો સ્થિર છે. આજે દિલ્હીમાં પેટ્રોલ ૩૫ પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે, કોલકત્તામાં ૪૦ પૈસા પ્રતિ લિટર જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા પર પહોંચી ગઈ છે.

દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ છે. જેમાં મુંબઈમાં ૧૦૫.૨૪ રૂપિયા, ચેન્નાઈમાં ૧૦૦.૧૩ રૂપિયા, પટનામાં ૧૦૧.૨૧ રૂપિયા, ભોપાલમાં ૧૦૭.૪૩ રૂપિયાની કિંમતે પેટ્રોલ લોકો ખરીદી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂ/લિટર થવાની આરે છે. જ્યાં હાલ ભાવ ૯૯.૧૬ રૂપિયા છે.

જૂનમાં લોકડાઉનમાં ઢીલ આવતા ઇંધણની માંગ વધી

કોવિડની બીજી લહેરના કારણે મોટાભાગના રાજ્યોએ લોકડાઉન લાગુ કર્યું હતું. જૂન મહિનામાં કોરોનાની અસર ઓછી થતા લોકડાઉનમાં પણ ઢીલ આપવામાં આવી તેની સાથે ઇંધણની માંગમાં પણ ઉછાળો આવ્યો હતો. પેટ્રોલનું વેચાણ મહામારી પહેલાના સમયના સ્તર પર આવી ગયું છે. જૂન ૨૦૨૧ માં પેટ્રોલનું વેચાણ મે મહિના કરતા ૨૯.૩૫ ટકા જેટલું વધ્યું છે.

સરકારી પેટ્રોલિયમ કંપનીઓના આંકડાઓ અનુસાર પેટ્રોલનું વેચાણ જૂનમાં ૫.૫ ટકા વધીને ૨૧.૨ લાખ ટન પર પહોંચી ગયું. તેમજ ડિઝલની માંગ પણ વધતા મે કરતા ૧૮.૫ ટકા જેટલું વેચાણ વધી ગયું છે.

રોજ અપડેટ થાય છે પેટ્રોલ-ડિઝલના ભાવ

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતો અને વિદેશી ચલણના દર હિસાબે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં રોજ ફેરફાર કરવામાં આવે છે. ત્યારબાદ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ રિવ્યૂ કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડિઝલના ભાવ નક્કી કરે છે. જોકે, ક્યારેક પેટ્રોલ અને ડિઝલના ભાવ ન બદલીને સ્થિર પણ રાખવામાં આવે છે.

આ રીતે જાણો તમારા શહેરનો ભાવ

પેટ્રોલ-ડિઝલની કિંમતો રોજ અપડેટ કરવામાં આવે છે. આ સ્થિતિમાં પોતાના શહેરના પેટ્રોલ અને ડિઝલના ભાવ જાણવા માટે એક SMS મોકલીને માહિતી મેળવી શકાય છે. આ માટે ઇન્ડિયન ઓઈલના ગ્રાહકોએ RSP કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર SMS કરવાનો રહે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top