PM મોદીએ ઓલિમ્પિકમાં જનારા ખેલાડીઓ સાથે કરી શુભેચ્છા મુલાકાત.કહ્યું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં જઈ રહેલા ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. PM મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેતા પહેલા ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ ભાલાફેંકના ખેલાડી નીરજ ચોપરા, ઓલિમ્પિક મેડલિસ્ટ શટલર પીવી સિંધુ અને ઓલિમ્પિકમાં પ્રથમ વખત દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલા ભારતીય ટીમનાં એથ્લેટ્સ સાથે પણ વાતચીત કરી હતી. PM મોદીએ કહ્યું, "તમે (ઓલિમ્પિકમાં) જવાના અને જીતવાના મૂડમાં છો અને હું જ્યારે તમે જીતીને પાછા ફરો છો ત્યારે તમારું સ્વાગત કરવાના મૂડમાં છું."
PM મોદીએ કહ્યું, "મારો પ્રયાસ એવો રહે છે કે રમત-જગત સાથે જોડાયેલા આપણા દેશના સિતારાઓને મળતો રહું, એમની પાસેથી નવું શીખતો રહું, તેમના પ્રયાસોને સમજુ. સરકાર તરીકે, જો સિસ્ટમમાં થોડો બદલાવ કરીને પ્રયાસો વધારવાના હોય તો એ દિશામાં પણ હું કામ કરતો રહું. હું દરેક સાથે સીધો સંપર્ક કરવાનો પ્રયાસ કરું છું."
PM મોદીએ કહ્યું- "જે લોકો શીખવાના ઈરાદા સાથે કામ કરે છે તેમના માટે ઘણી તકો છે. તકોની કોઈ જ કમી નથી... સાચો ખેલાડી જયારે દિલમાં દેશ અને ત્રિરંગો લઈને આગળ વધતો હોય, ત્યારે એ જીવનની તમામ મુશ્કેલીઓને બાજુ પર મુકીને પોતાના મિશન પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. મને ખાતરી છે કે આ વખતે પણ તમે ઓલિમ્પિકનાં મેદાનમાં ભારતનું નામ રોશન કરશો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp