PM નરેન્દ્ર મોદી લાઓસ જવા રવાના, 21મી આસિયાન-ભારત સમિટમાં ભાગ લેશે

PM નરેન્દ્ર મોદી લાઓસ જવા રવાના, 21મી આસિયાન-ભારત સમિટમાં ભાગ લેશે

10/10/2024 World

SidhiKhabar

SidhiKhabar

PM નરેન્દ્ર મોદી લાઓસ જવા રવાના, 21મી આસિયાન-ભારત સમિટમાં ભાગ લેશે

PM નરેન્દ્ર મોદી લાઓસ જવા રવાના થઈ ગયા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી 21મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને 19મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 ઓક્ટોબરે લાઓસની મુલાકાત લેશે. આ મુલાકાત લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકના વડા પ્રધાન સોનેક્સે સિફંડનના વિશેષ આમંત્રણ પર થઈ રહી છે. માહિતી આપતા વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન પીએમ મોદી 21મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને 19મી ઈસ્ટ એશિયા સમિટમાં પણ ભાગ લેશે. લાઓસ હાલમાં આસિયાનનું અધ્યક્ષ છે.


શું કહ્યું પીએમ મોદીએ

શું કહ્યું પીએમ મોદીએ

લાઓસ જતા સમયે પીએમ મોદીએ સોશિયલ સાઈટ X પર પોસ્ટ કર્યું, 'હું 21મી આસિયાન-ઈન્ડિયા અને 19મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા માટે લાઓ પીડીઆર જઈ રહ્યો છું. આ એક વિશેષ વર્ષ છે કારણ કે અમે અમારી એક્ટ ઈસ્ટ પોલિસીનો એક દાયકા પૂર્ણ કર્યો છે, જેનાથી આપણા દેશને ઘણો ફાયદો થયો છે. આ મુલાકાત દરમિયાન વિશ્વના વિવિધ નેતાઓ સાથે વિવિધ દ્વિપક્ષીય બેઠકો અને વાતચીત પણ થશે.


એસ જયશંકરે પણ મુલાકાત લીધી હતી

એસ જયશંકરે પણ મુલાકાત લીધી હતી

પીએમ મોદીની મુલાકાત પહેલા વિદેશ મંત્રી એસ જયશંકર પણ જુલાઈ મહિનામાં લાઓસ ગયા હતા. જયશંકર આસિયાન બેઠકમાં ભાગ લેવા માટે લાઓસની રાજધાની પહોંચ્યા હતા. આસિયાનમાં કુલ દસ સભ્યો છે. ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ, બ્રુનેઈ, વિયેતનામ, લાઓસ, મ્યાનમાર અને કંબોડિયા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top