ISKCON પર પ્રતિબંધ મૂકવાનો યોગ્ય સમય..., બાંગ્લાદેશની કોર્ટમાં ઉઠી માગ, તો જજે આપ્યો આ જવાબ
Bangladesh Crisis: બાંગ્લાદેશ હાઈકોર્ટે ગુરુવારે દેશમાં ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા ચેતના (ISKCON)ની ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકતો આદેશ પસાર કરવાનો ઈનકાર કરી દીધો. ISKCON પર પ્રતિબંધની માગ કરતી અરજીની સુનાવણી દરમિયાન એટર્ની જનરલની ઓફિસે કહ્યું કે, સરકારી અધિકારીઓએ જરૂરી પગલાં લીધા છે. સરકાર આ મુદ્દા પર ધ્યાન આપશે.
બાંગ્લાદેશના એટર્ની જનરલે કહ્યું કે, ISKCON સાથે સંબંધિત મુદ્દો બાંગ્લાદેશની સર્વોચ્ચ પ્રાથમિકતામાં છે. બાંગ્લાદેશ સરકારે કહ્યું છે કે ચિન્મય દાસની ધરપકડ બાદ સરકારે કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડનારાઓ વિરુદ્ધ કડક પગલાં લીધા છે. સરકારે (એડિશનલ એટર્ની જનરલ) કોર્ટને ખાતરી આપી હતી કે ISKCONનો મુદ્દો સર્વોચ્ચ પ્રાથમિકતાવાળો છે.
અરજદારે કહ્યું કે, ISKCON પર પ્રતિબંધ મૂકવાનો આ 'યોગ્ય સમય' છે. હાઈકોર્ટે કહ્યું કે, જોઈએ સરકાર શું નિર્ણય લે છે. બાંગ્લાદેશ હાઈકોર્ટે ISKCON પર પ્રતિબંધ સંબંધિત કોઈ નિર્ણય લીધો નથી. હાઈકોર્ટે કહ્યું કે સરકાર ચોક્કસપણે આ મુદ્દા પર ધ્યાન આપશે. બાંગ્લાદેશ હાઈકોર્ટને ISKCON પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી અરજી મળી તેના એક દિવસ બાદ આ ઘટના બની છે. કારણ કે હિંદુ સાધુ ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુ પર રાજદ્રોહનો આરોપ લાગ્યા બાદ હિંદુ સમુદાય પર હુમલાઓ તેજ થઈ ગયા છે.
અરજીમાં બાંગ્લાદેશના ચટગાંવ અને રંગપુર શહેરોમાં કોઈ અપ્રિય પરિસ્થિતિને ટાળવા માટે ઈમરજન્સી લાદવાના નિર્દેશોની પણ માગ કરવામાં આવી છે. સુનાવણીના અંતે એડિશનલ એટર્ની જનરલ પણ પ્રેસને સંબોધશે તેવી અપેક્ષા હતી. કોર્ટે સરકારને આ મુદ્દે પહેલ કરવાની માગ કરી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp