પૂનાવાલા ફિનકોર્પે ધીરજ સક્સેનાના રાજીનામા બાદ નવા CTO નિમણૂક કરી

પૂનાવાલા ફિનકોર્પે ધીરજ સક્સેનાના રાજીનામા બાદ નવા CTO નિમણૂક કરી

12/10/2024 Business

SidhiKhabar

SidhiKhabar

પૂનાવાલા ફિનકોર્પે ધીરજ સક્સેનાના રાજીનામા બાદ નવા CTO નિમણૂક કરી

Poonawalla Fincorps New CTO: પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડ (Poonawalla Fincorp)ના ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) ધીરજ સક્સેનાએ કંપનીના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર (CHRO) સામે હેરાનગતિ સહિતના અનેક ગંભીર આરોપો લગાવીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ધીરજે 3 ડિસેમ્બરે રાજીનામું આપી દીધું હતું, પરંતુ આ સમાચાર અત્યારે સામે આવ્યા છે. ધીરજ સક્સેનાએ પોતાના રાજીનામા CHRO પર ગંભીર આરોપ લગાવ્યા છે. પૂનાવાલા ફિનકોર્પે નવા CTO તરીકે સલિલ હજાર્નિસની નિમણૂક કરી છે.


કંપનીએ મૌન જાળવ્યું

કંપનીએ મૌન જાળવ્યું

પૂનાવાલા ફિનકોર્પે આરોપો અંગે કોઈ ઔપચારિક પ્રતિક્રિયા આપી નથી, પરંતુ તેણે નિયમનકારી ફાઇલિંગમાં ધીરજ સક્સેનાના રાજીનામાની માહિતી આપી છે. પૂનાવાલા ફિનકોર્પ નોન-બેંકિંગ સેક્ટરમાં એક દિગ્ગજ કંપની છે, તેના ચીફ ટેક્નોલોજી ઓફિસરનું પજવણીના આરોપમાં રાજીનામું કંપનીની છબી માટે સારું નથી.

પોતાના રેઝીગ્નેશન લેટરમાં, સક્સેનાએ ચીફ હ્યુમન રિસોર્સ ઑફિસર (CHRO)ના વર્તન પર ગંભીર ચિંતા વ્યક્ત કરતાં પજવણી અને અયોગ્ય દખલગીરીનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, CHROનું વર્તન કંપનીના IT કાર્યને અસરકારક રીતે સંચાલિત કરવાની તેમની ક્ષમતાને પ્રભાવિત કરે છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કંપનીના ટોપ મેનેજમેન્ટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અરવિંદ કપિલનિ આ વર્ષે જૂનમાં કંપનીના MD અને CEO તરીકે નિમણુંક થઇ છે. આ દરમિયાન, હરીશ કુમારે જુલાઈમાં CHRO તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

ધીરજ સક્સેનાએ કંપનીના MDને મોકલેલા પોતાના રાજીનામામાં લખ્યું છે કે, હું CHROની હેરાનગતિ અને બિનજરૂરી દખલઅંદાજીના કારણે ચીફ ટેક્નોલોજી ઓફિસરના પદ પરથી રાજીનામું આપી રહ્યો છું, જેનાથી IT ફંક્શનને અસરકારક અને કુશળતાપૂર્વક સંચાલિત કરવાની મારી ક્ષમતાને પ્રભાવિત થઇ છે. સાથે જ તેનાથી ટીમમાં અશાંતિ પેદા થઇ રહી છે અને IT ડિલિવરીને અસર કરી રહી છે. મેં સહકાર આપવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, પરંતુ એવું લાગે છે કે બીજા પક્ષનો આ હેતુ નથી.


2021માં નામ બદલવામાં આવ્યું હતું

2021માં નામ બદલવામાં આવ્યું હતું

પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડ પહેલા મેગ્મા ફિનકોર્પ લિમિટેડ તરીકે જાણીતી હતી. અદાર પૂનાવાલાની કંપની રાઇઝિંગ સન હૉલ્ડિંગ્સે મેગ્મા ફિનકોર્પમાં 60% હિસ્સો હસ્તગત કર્યો હતો. ત્યારબાદ, 2021માં રિબ્રાન્ડિંગ હેઠળ, કંપનીનું નામ બદલીને પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડ કરવામાં આવ્યું હતું. રાઇઝિંગ સન હૉલ્ડિંગ્સે લગભગ રૂ. 3,456 કરોડમાં આ ડીલ ફાઇનલ કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top