“મારો ભાઈ ક્યારેય નથી ડર્યો, અને ડરશે પણ નહિ...” : પ્રિયંકા ગાંધીની આ ટ્વિટ નવો વિવાદ જગાવશે? આ

“મારો ભાઈ ક્યારેય નથી ડર્યો, અને ડરશે પણ નહિ...” : પ્રિયંકા ગાંધીની આ ટ્વિટ નવો વિવાદ જગાવશે? આખી ટ્વિટ વિષે જાણો

03/23/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

“મારો ભાઈ ક્યારેય નથી ડર્યો, અને ડરશે પણ નહિ...” : પ્રિયંકા ગાંધીની આ ટ્વિટ નવો વિવાદ જગાવશે? આ

Rahul Gandhi Convicted : સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત કર્યા બાદ બે વર્ષની સજા જાહેર કરી છે. એ સાથે જ રાહુલના જામીન પણ મંજૂર કર્યા છે. સજા પછી રાહુલે ટ્વિટ કરી હતી, “મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારો ઈશ્વર છે અને અહિંસા એને પામવાનું સાધન.” રાહુલની બેન પ્રિયંકા વાડ્રાએ પણ આજે ટ્વિટ કરી હતી.


“ડરી હુઈ સત્તા...” : પ્રિયંકાની આ ટ્વિટ નવો વિવાદ જગાવશે?

“ડરી હુઈ સત્તા...” : પ્રિયંકાની આ ટ્વિટ નવો વિવાદ જગાવશે?

પ્રિયંકાએ રાહુલ ગાંધીને સજા આપતા કોર્ટના ચુકાદા અંગે ટ્વિટ કરતા કહ્યું કે, “ડરી ગયેલી ગવર્મેન્ટ મશીનરી સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીના અવાજને દબાવવાની કોશિષ કરી રહી છે. પણ મારો ભાઈ ક્યારેય ડર્યો નથી, અને ડરશે પણ નહિ! રાહુલ સત્યના પક્ષે રહ્યા છે અને સત્યના પક્ષે જ રહેશે. તેઓ દેશના લોકો માટે અવાજ ઉઠાવતા રહેશે. સત્યની શક્તિ અને કરોડો દેશવાસીઓનો પ્રેમ એમની સાથે જ છે.”

પ્રિયંકાની આ ટ્વિટ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા, એ પછી આવી છે. એમાં ગવર્મેન્ટ મશીનરી રાહુલનો અવાજ દબાવવાની કોશિષ કરી રહી હોવાનું લખ્યું છે. શું પ્રિયંકા એમ કહેવા માંગે છે કે કોર્ટે સરકારના દબાવ હેઠળ આવીને રાહુલને સજા ફટકારી છે?! ક્યાંક ભાઈને પોરસ ચડાવવાના ઉત્સાહમાં બેન પ્રિયંકાએ કાચું તો નથી કાપ્યું ને? કેમકે પ્રિયંકા વાંદરાની કમેન્ટ પરથી તો એવું જ ફલિત થાય છે કે પ્રિયંકા કોર્ટના ચુકાદાથી જરાય ખુશ નથી!


અરવિંદ કેજરીવાલ અને જયરામ રમેશ સહિતના નેતાઓના ટ્વિટ

અરવિંદ કેજરીવાલ અને જયરામ રમેશ સહિતના નેતાઓના ટ્વિટ

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કોર્ટના ચુકાદાનો સ્વીકાર કર્યો છે, પણ સાથે આ ચુકાદા સામે સંયમિત શબ્દોમાં અસહમતિ પણ નોંધાવી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ કોર્ટના ચુકાદા પછી કહ્યું હતું કે રાહુલ ગાંધીને સત્ય બોલવાની સજા મળી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top