ભારતીય ટીમમાં ફરી રાહુલ દ્રવિડની થઇ એન્ટ્રી? અચાનક ખેલાડીઓને મળવા પહોંચ્યા; જુઓ વીડિયો
ભારતીય ટીમે રાહુલ દ્રવિડની કોચિંગ હેઠળ 2024નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ અગાઉ ભારતીય ટીમ તેમની કોચિંગ હેઠળ 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતવા સાથે જ હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ ખતમ થઈ ગયો હતો, પરંતુ હવે જે વીડિયો સામે આવ્યો છે તેણે બધાને ચોંકાવી દીધા છે.
વાસ્તવમાં, વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ દ્રવિડ અચાનક ભારતીય ટીમના ખેલાડીઓને મળવા પહોંચી જાય છે. ત્યારબાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રિષભ પંત લાંબા સમય સુધી રાહુલ દ્રવિડ સાથે વાત કરે છે. આ વીડિયો જોયા બાદ ચાહકોના મનમાં સવાલો ઉઠવા લાગ્યા કે શું રાહુલ દ્રવિડ ફરી એકવાર ભારતીય ટીમમાં વાપસી કરશે? તો અમે તમને જણાવી દઈએ કે એવું બિલકુલ નથી. હાલમાં ભારતીય ટીમમાં દ્રવિડની વાપસીને લઈને કોઈ પણ પ્રકારના સમાચાર નથી.
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ હાલના દિવસોમાં બેંગ્લોરમાં છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી 3 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ ટેસ્ટ માટે ચાલી રહેલી પ્રેક્ટિસ દરમિયાન દ્રવિડ ભારતીય ટીમના ખેલાડીઓને મળ્યા હતા. આ મુલાકાત બાજ દ્રવિડને પોતાની કોચિંગના દિવસો યાદ આવ્યા હશે.
Captain Rohit, Kohli & Pant with Rahul Dravid at Bengaluru ❤️- The best combo....!!!! pic.twitter.com/4gcRw7qymV — Johns. (@CricCrazyJohns) October 13, 2024
Captain Rohit, Kohli & Pant with Rahul Dravid at Bengaluru ❤️- The best combo....!!!! pic.twitter.com/4gcRw7qymV
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરિઝ રમાવાની છે. શ્રેણીની પ્રથમ મેચ 16 થી 20 ઓક્ટોબર દરમિયાન બેંગ્લોરના એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ બંને ટીમ બીજી ટેસ્ટ માટે પુણે પહોંચશે, જ્યાં 24 થી 28 ઓક્ટોબર દરમિયાન મેચ રમાશે. ત્યારબાદ શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ 01 થી 05 નવેમ્બર દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp