Wrestlers Vs Brijbhushan Singh : કુસ્તીબાજોએ આંદોલન પાછું ખેંચ્યાની અફવા ફેલાઈ! સાક્ષી અને બજરં

Wrestlers Vs Brijbhushan Singh : કુસ્તીબાજોએ આંદોલન પાછું ખેંચ્યાની અફવા ફેલાઈ! સાક્ષી અને બજરંગ પુનિયાએ કહ્યું કે..

06/05/2023 National

SidhiKhabar

SidhiKhabar

Wrestlers Vs Brijbhushan Singh : કુસ્તીબાજોએ આંદોલન પાછું ખેંચ્યાની અફવા ફેલાઈ! સાક્ષી અને બજરં

Wrestlers Vs Brijbhushan Singh:  કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મોડી રાતની મુલાકાત બાદ એવા અહેવાલ હતા કે કુસ્તીબાજોએ આંદોલન પાછું ખેંચ્યું છે. કુસ્તીબાજો પોતપોતાની નોકરી ઉપર પણ પાછા ફર્યા હતા. આથી આ સમાચારને પુષ્ટિ મળી હતી. પણ આજે પુનિયા અને મલિકે ચોખવટ કરી હતી.


નોકરી પર પાછા ફર્યા પરંતુ...

નોકરી પર પાછા ફર્યા પરંતુ...

સાક્ષી મલિકે આ સમાચારને નકારી કાઢ્યા છે. સાક્ષી મલિકે ટ્વીટમાં લખ્યું, આ સમાચાર બિલકુલ ખોટા છે. ન્યાયની લડાઈમાં આપણામાંથી કોઈ પીછેહઠ કરી નથી કે ઈચ્છા પણ નથી. સત્યાગ્રહની સાથે સાથે હું રેલવેમાં મારી જવાબદારી નિભાવી રહી છું. અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. કૃપા કરીને કોઈ ખોટા સમાચાર ન ફેલાવો.

કુસ્તીબાજો બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સોમવારે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ અને BJP સાંસદ બ્રિજ ભૂષણ સિંહ સામે વિરોધ કરીને તેમની રેલ્વે નોકરી પર પાછા ફર્યા. પરંતુ કુસ્તીબાજોએ આંદોલન પાછું ખેંચવાના સમાચારને નકારી કાઢ્યા છે. રેસલર સાક્ષી મલિકે પણ આ અંગે ટ્વિટ કર્યું છે. તેમના પતિ સત્યવ્રત કડિયાને પણ આંદોલન પાછું ખેંચવાના સમાચારને નકારી કાઢ્યા છે.


ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત તો...

સાક્ષીએ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા. આ સામાન્ય વાતચીત હતી, અમારી એક જ માંગ છે અને તે છે બ્રિજભૂષણ સિંહની ધરપકડ કરો. હું વિરોધથી પીછેહઠ કરી નથી, મેં રેલ્વેમાં ઓએસડી તરીકે મારું કામ ફરી શરૂ કર્યું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે વિરોધ ચાલુ રાખીશું. અમે પાછા હટીશું નહીં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top