ભયાનક રશિયન ડ્રોન હુમલામાં યુક્રેનના ઘણા મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાશ પામ્યા, 1 વ્યક્તિનું મોત અને 4 ઘાયલ
રશિયાએ જંગી ડ્રોન હવાઈ હુમલામાં યુક્રેનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરી દીધું છે. જેના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. અલગ-અલગ હુમલાઓમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 4 ઘાયલ થયા હતા.રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. આ દરમિયાન રશિયાએ યુક્રેનના ઘણા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભયાનક ડ્રોન હુમલો કર્યો. આ ભયાનક રશિયન ડ્રોન હુમલામાં યુક્રેનના ઘણા ઠેકાણાઓ નષ્ટ થઈ ગયા હતા. આ દરમિયાન 1 વ્યક્તિનું મોત થયું હતું અને 4 લોકો ઘાયલ થયા હતા.
યુક્રેનનું કહેવું છે કે રશિયાએ 19 ડ્રોન વડે તેના મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો. એક નિવેદનમાં, યુક્રેને કહ્યું કે તેના વાયુ સંરક્ષણ દળોએ નવ રશિયન ડ્રોનને તોડી પાડ્યા. જ્યારે અન્ય સાત ડ્રોન ઈલેક્ટ્રોનિક જામિંગથી પ્રભાવિત થયા હતા. અન્ય ત્રણનું શું થયું તે જાણી શકાયું નથી.
કિવના મેયર વિતાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું કે રશિયાના ઘાતક ડ્રોન હુમલાથી રાજધાની કિવમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગને નુકસાન થયું છે, પરંતુ કોઈ ઈજાના અહેવાલ નથી. તેમણે કહ્યું કે આગ તરત જ કાબુમાં આવી ગઈ હતી. ગવર્નર આન્દ્રે રાકોવિચે જણાવ્યું હતું કે હુમલામાં કિરોવોહરાદના મધ્ય વિસ્તારમાં એક વ્યાવસાયિક વહીવટી ઇમારતને પણ નુકસાન થયું હતું, જેના કારણે એક કર્મચારીને સામાન્ય ઈજા થઈ હતી. ગવર્નર ઓલેક્ઝાન્ડર પ્રોકુડિને જણાવ્યું હતું કે, રશિયન દળોએ ગત દિવસોમાં દક્ષિણ ખેરસન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ, ઉપયોગિતાઓ અને 35 ખાનગી રહેઠાણો પર પણ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે ત્યાં વિવિધ હુમલાઓમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય ચાર ઘાયલ થયા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp