New Rules for SBI Credit Card Holders: શું તમે પણ યુઝ કરો છો SBIનો ક્રેડિટ કાર્ડ? 10 દિવસ બાદ બ

New Rules for SBI Credit Card Holders: શું તમે પણ યુઝ કરો છો SBIનો ક્રેડિટ કાર્ડ? 10 દિવસ બાદ બદલાઈ જશે આ નિયમ

07/05/2025 Business

SidhiKhabar

SidhiKhabar

New Rules for SBI Credit Card Holders: શું તમે પણ યુઝ કરો છો SBIનો ક્રેડિટ કાર્ડ? 10 દિવસ બાદ બ

New Rules for SBI Credit Card Holders: દેશમાં ક્રેડિટ કાર્ડ યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે, જો તમે પણ તેનો ઉપયોગ કરો છો અને ખાસ કરીને તમારી પાસે દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની પેટાકંપની SBI કાર્ડનું ક્રેડિટ કાર્ડ છે, તો પછી તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે 10 દિવસ બાદ 15 જુલાઈથી તેની સાથે જોડાયેલા ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે તેમાં, દર મહિને બિલની ન્યૂનતમ રકમ (MAD)ને લઈને નવા દિશા-નિર્દેશ લાગૂ કરવામાં આવશે, તો કંપનીએ કોમ્પ્લિમેન્ટરી વીમા કવર અંગે પણ મોટો નિર્ણય લીધો છે.


પહેલો બદલાવ: મિનિમન એમાઉન્ટમાં વધારો!

પહેલો બદલાવ: મિનિમન એમાઉન્ટમાં વધારો!

SBI કાર્ડ દ્વારા વેબસાઇટ પર શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, 15 જુલાઈ, 2025થી લાગૂ થવા જઈ રહેલો મોટો બદલાવ ક્રેડિટ કાર્ડ બિલની મિનિમન એમાઉન્ટ ડ્યૂ સાથે જોડાયેલો છે. બદલાવની વાત કરીએ તો, હવે SBIના કુલ બાકી બિલના 2 ટકા એમાઉન્ટ સાથે, GSTની 100 ટકા રકમ, EMI બેલેન્સ, ફીસ, ફાઇનાન્સ ચાર્જ, ઓવરલિમિટ રકમ (જો કોઈ હોય તો) પણ MADમાં શામેલ થશે, એટલે કે, વપરાશકર્તા માટે બાકી રહેલી લઘુત્તમ રકમમાં વધારો થવાનો છે.


બીજો બદલાવ:  હવાઈ અકસ્માત વીમો ઉપલબ્ધ નહીં રહે

બીજો બદલાવ:  હવાઈ અકસ્માત વીમો ઉપલબ્ધ નહીં રહે

SBI ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલો બીજો આવ 15 જુલાઈથી લાગૂ થવા જઈ રહ્યો છે, જે ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓની તમામ શ્રેણીઓને અસર કરશે. SBI કાર્ડ એલીટ, SBI કાર્ડ માઇલ્સ એલીટ અને SBI કાર્ડ માઇલ્સ પ્રાઇમ યુઝર્સને મળનારું કોમ્પ્લિમેન્ટરી હવાઈ અકસ્માત કવર સમાપ્ત થવા જઈ રહ્યું છે.

SBI કાર્ડ્સ તરફથી કાર્ડધારકોને 1 કરોડ રૂપિયા સુધીનું ફ્રી હવાઈ અકસ્માત વીમા કવર આપવામાં આવતું હતું, જે હવે બંધ થવા જઈ રહ્યું છે. આ સુવિધા અન્ય SBI કાર્ડ્સ પર પણ મળે છે, જેમ કે SBI કાર્ડ પ્રાઇમ અને SBI કાર્ડ પલ્સ પર આ હવાઈ અકસ્માત કવર 50 લાખ રૂપિયા સુધીનું છે અને તે પણ બંધ થઈ જશે.


મિનિમન એમાઉન્ટ ડ્યૂ શું હોય છે?

મિનિમન એમાઉન્ટ ડ્યૂ શું હોય છે?

ક્રેડિટ કાર્ડના મિનિમન એમાઉન્ટ ડ્યૂનો અર્થ એ છે કે દર મહિને તમારા બાકી બિલનો એ હિસ્સો છે જે તમારે લેટ પેમેન્ટ ચાર્જ ટાળવા માટે નિશ્ચિત રૂપે ચૂકવવાનો હોય છે. તે 2 થી 5 ટકા સુધીની છે. જો કે, આ માત્ર એક સુવિધા છે જેના દ્વારા ક્રેડિટ કાર્ડ વપરાશકર્તા ડિફોલ્ટ ટાળી શકે છે, પરંતુ તે ચૂકવ્યા બાદ પણ, બાકી ચૂકવણી પર વ્યાજ વસૂલવામાં આવે છે અને તેથી MAD ચૂકવણીને બદલે સમગ્ર બાકી બિલ ચૂકવવાનો ફાયદાનો સોદો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top