Chit Fund Scam: શુભમન ગિલ સહિત ભારતીય ટીમના 4 ક્રિકેટરો મુશ્કેલીમાં, થઈ શકે છે ધરપકડ; જાણો શું

Chit Fund Scam: શુભમન ગિલ સહિત ભારતીય ટીમના 4 ક્રિકેટરો મુશ્કેલીમાં, થઈ શકે છે ધરપકડ; જાણો શું છે સમગ્ર મામલો

01/02/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

Chit Fund Scam: શુભમન ગિલ સહિત ભારતીય ટીમના 4 ક્રિકેટરો મુશ્કેલીમાં, થઈ શકે છે ધરપકડ; જાણો શું

Shubhman Gill, ગુજરાતની CID શાખાએ ભારતના 4 પ્રખ્યાત ક્રિકેટરોને સમન્સ મોકલ્યા છે. આ ચાર ક્રિકેટરોના નામ છે શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા અને સાઈ સુદર્શન છે, જેમની રૂ. 450 કરોડના ચિટ ફંડ કૌભાંડમાં ધરપકડ થઈ શકે છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના કિંગપિન ભૂપેન્દ્ર સિંહ ઝાલાની તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો છે. તેણે ખુલાસો કર્યો કે નીચેના 4 ક્રિકેટરોએ રોકાણ કરેલા પૈસા પરત કર્યા નથી.

તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુજરાત ટાઇટન્સ (GT)ની કેપ્ટન્શિપ કરનાર શુભમન ગિલે આ પોન્ઝી/ફ્રોડ સ્કીમમાં રૂ. 1.95 કરોડનું રોકાણ કર્યું હતું. તેના સિવાય અન્ય 3 ક્રિકેટરોએ તેમના કરતા ઓછી રકમનું રોકાણ કર્યું હતું.


CIDના અધિકારીઓએ રૂષિક મહેતાની ધરપકડ કરી

CIDના અધિકારીઓએ રૂષિક મહેતાની ધરપકડ કરી

CIDના અધિકારીઓએ રૂષિક મહેતાની ધરપકડ કરી છે, જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ખાતા સંભાળતો હતો. એક મીડિયા રિપોર્ટ અનુસાર, જો આ મામલામાં મહેતા દોષિત સાબિત થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. એકાઉન્ટન્ટ્સની એક ટીમ તૈયાર કરવામાં આવી છે જે ઝાલા દ્વારા સંચાલિત અનૌપચારિક એકાઉન્ટ બુક્સ અને ટ્રાન્ઝેક્શન્સની તપાસ કરશે. CID દ્વારા અનૌપચારિક પુસ્તકો જપ્ત કરવામાં આવ્યા છે અને સોમવાર પછી વિવિધ સ્થળોએ સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.


ઝાલા એક અનૌપચારિક એકાઉન્ટ બુકની દેખરેખ કરતો હતો

ઝાલા એક અનૌપચારિક એકાઉન્ટ બુકની દેખરેખ કરતો હતો

અધિકારીઓએ પહેલા ખુલાસો કર્યો હતો કે ઝાલાએ રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ કર્યું હતું, પરંતુ બાદમાં આ રકમ ઘટાડીને રૂ. 450 કરોડ કરી દેવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ઝાલા એક અનૌપચારિક એકાઉન્ટ બુકની દેખરેખ કરતો હતો, જેને CID યુનિટ દ્વારા કબજે કરવામાં આવી છે. આ પુસ્તકમાં 52 કરોડ રૂપિયાના વ્યવહારો મળી આવ્યા છે. તપાસ અનુસાર, કુલ રકમ 450 કરો અંદાજવામાં આવી છે. અને જેમ જેમ દરોડા ચાલુ રહેશે તેમ તેમ આ રકમ વધી શકે છે."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top