મધ્ય આફ્રિકામાં 4 મહિનાથી ફસાયા છે 27 ભારતીય મજૂર, વતન વાપસીની કરી રહ્યા છે વિનંતી, મંત્રી બેબી

મધ્ય આફ્રિકામાં 4 મહિનાથી ફસાયા છે 27 ભારતીય મજૂર, વતન વાપસીની કરી રહ્યા છે વિનંતી, મંત્રી બેબી દેવીએ..

07/17/2024 World

SidhiKhabar

SidhiKhabar

મધ્ય આફ્રિકામાં 4 મહિનાથી ફસાયા છે 27 ભારતીય મજૂર, વતન વાપસીની કરી રહ્યા છે વિનંતી, મંત્રી બેબી

ઝારખંડના બોકારો, હજારીબાગ, અને ગિરિડીહ જિલ્લાના 27 પ્રવાસી મજૂર મધ્ય આફ્રિકાના કેમરુનમાં ફસાયા છે. 4 મહિનાથી તેમને કંપની દ્વારા મજૂરી આપવામાં આવી રહી નથી. આ કારણે તેમની સામે ખાવા-પીવાનું સંકટ ઊભું થઈ ગયું છે, મજૂરોએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાની સ્થિતિ રજૂ કરી અને સરકાર પાસે વતન વાપસીની વિનંતી કરી છે. ઝારખંડના મહિલા અને બાળ વિકાસ મંત્રી બેબી દેવીએ આ મામલે સોશિયલ મીડિયા X પર વિદેશ મંત્રી એસ. જયશંકરને તેમની વતન વાપસીમાં મદદનો આગ્રહ કર્યો છે.


મધ્ય આફ્રિકામાં ફસાયા મજૂર:

બોકારો જિલ્લાના પેન્ક, નારાયનપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રના કડરૂખુટાના મોહન મહતો, ડેગલાલ મહતો, ગોવિંદ મહતો, ચૂરામન મહતો, જગદીશ મહતો, મુરારી મહતો, લખીરામ, પુસન મહતો, ગોનિયાટોના કમલેશ કુમાર મહતો, મહેશ કુમાર મહતો, દામોદર મહતો, મુકુંદ કુમાર નાયક, નારાયણપુરના પરમેશ્વર મહતો, ઘવાઇયાના અનુ મહતો, ધનેશ્વર મહતો, રાલીબેડાના શીતલ મહતો, કુલદીપ હાંસદા, ગિરિડીહ જિલ્લાના સરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિચકીના સુકર મહતો, રમેશ મહતો, ડુમરી પોલીસ સ્ટેશન વિસ્તારના અતકીના રહેવાસી વિજય કુમાર મહતો, દૂધપાનિયાના દૌલત કુમાર મહતો અને હજારીબાગ જિલ્લાના વિષ્ણુગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના અચલજામુના બિસુન, જોબારના ટેકલાલ મહતો, ખરનાના છત્રધારી મહતો, ભીખન મહતો અને ચાનો ચિંતામણ મહતો મધ્ય આફ્રિકાના કેમરૂનમાં ફસાયા છે.


મજૂરોની વતન વાપસી માટે પહેલ કરવાની માંગ

મજૂરોની વતન વાપસી માટે પહેલ કરવાની માંગ

પ્રવાસી શ્રમિકોના મુદ્દા પર કામ કરનાર સામાજિક કાર્યકર્તા સિકંદર અલીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે મજૂરોની સકુશળ વતન વાપસી માટે પહેલ કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, આ અગાઉ પણ ઘણા પ્રવાસી મજૂર વધુ પૈસા કમાવાની લાલચમાં વિદેશ જઈને ફસાઈ ચૂક્યા છે. ફરી એક વખત મધ્ય આફ્રિકાના કેમરૂન કમાવા ગયેલા મજૂર ફસાઈ ગયા છે. તેમની સકુશળ વાપસી કરાવવામાં આવે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top