ચોમાસામાં સ્વસ્થ રહેવા માટે આવા ખોરાકથી રહો દૂર

ચોમાસામાં સ્વસ્થ રહેવા માટે આવા ખોરાકથી રહો દૂર

06/21/2022 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

ચોમાસામાં સ્વસ્થ રહેવા માટે આવા ખોરાકથી રહો દૂર

ચોમાસાની (Monsoon) ઋતુ હવે આવી ગઈ છે અને કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે. ચોમાસાના કારણે ગરમીથી રાહત મળી છે, પરંતુ ચોમાસામાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓ (health issues) પણ થાય છે. આ કારણોસર ચોમાસામાં શું ખાવું જોઈએ અને ક્યારે ખાવું જોઈએ તે વિશે જાણકારી હોવી જરૂરી છે.


જળવાયુ પરિવર્તનના (climatic conditions easily infest our food) કારણે રોજબરોજની તમામ બાબતો પર અસર થાય છે. જેમ કે, બેક્ટેરિયા અને અનેક પ્રકારના વાયરસ સરળતાથી ભોજનમાં બનવા લાગે છે. આ પ્રકારના ભોજનનું સેવન કરવાને કારણે આરોગ્ય પર અસર થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે.


ચોમાસામાં વાયરલ ફીવર અને પાણીજન્ય બિમારીઓ થવી સામાન્ય બાબત છે. આ કારણોસર હાલના સમયમાં સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે. જેથીચોમાસામાં યોગ્ય ભોજન વિશે અને કઈ રીતે ખાવું જોઈએ તેના વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. જેનાથી તમે ચોમાસાની મજા લઈ શકશો.


સી ફૂડનું મર્યાદિત માત્રામાં સેવન કરો :

જો તમે પેસટેરિયન છો અને તમને સી ફૂડ ખાવાનું પસંદ છે, તો તમને ચોમાસામાં તકલીફ થઈ શકે છે. આ કારણોસર ચોમાસામાં સી ફૂડનું સેવન ન કરવું જોઈએ. ચોમાસામાં પાણી દૂષિત હોવાની સંભાવના વધુ હોય છે, જેથી માછલી અને સમુદ્રી જીવોને સંક્રમણ થાય છે. આ કારણોસર ચોમાસામાં સી ફૂડનું સેવન ના કરવું જોઈએ.


કાચા ભોજનનું સેવન ના કરો :

કાચુ ભોજન હાનિકારક બેક્ટેરિયા અને વાયરસને આમંત્રિત કરે છે. આ કારણોસર કાચું ભોજન અને અધકચડા ભોજનનું સેવન ના કરવું જોઈએ. મટન બનાવતા સમયે ગેસ વધારે છે કે ધીમો તેના પર ધ્યાન રાખવું જોઈએ. ચોમાસામાં ભોજનમાં બેક્ટેરિયા અને વાયરસ જીવિત રહેવાની સંભાવના છે.


શાકભાજી વાપરતા પહેલા સાફ કરો :

જ્યારે પણ તમે શાકભાજીનો વપરાશ કરો તે પહેલા તેને એકવાર ધોઈને સાફ કરવા જરૂરી છે. ચોમાસામાં લીલા શાકભાજીમાં બેક્ટેરિયા અને ફૂગ હોય છે. પત્તાવાળી શાકભાજીમાં બેક્ટેરિયા વધુ હોય છે. આ કારણોસર તેનો વપરાશ કરતા પહેલા તેને એકવાર ધોવા જરૂરી છે. ફળ અને શાકભાજી ખરીદતા સમયે સાવચેત રહેવું જોઈએ. જો શાકભાજી પર કોઈ કટ જોવા મળે તો તેની ખરીદી ના કરવી જોઈએ. મટન બનાવતા પહેલા તેને એકવાર ગરમ પાણીથી સાફ કરી લેવું જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top