ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

02/03/2021 Religion & Spirituality

પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો ટેલ્સ
પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો કાર્ડ એક્સપર્ટ

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

સુપ્રભાત. આજે 03 ફેબ્રુઆરી, બુધવારનું ટેરો રીડીંગ નીચે મુજબ છે.

મેષ રાશિ - Aries

TEACHING AND LEARNING

 

આજનો દિવસ ઉત્સાહિત રહેશે, કોઈ નવું કાર્ય શીખવા માટે તમે તત્પર હશો, તમારી આસપાસના વાતાવરણ ને અવગણી ને તમે તમારા ધ્યેય પર ફોકસ કરશો, કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટે તમને રસ્તો દેખાશે,, કોઇ ડોક્યુમેન્ટ્સ ને લઈને પેપર વર્ક થઈ શકે છે,

કરિયર : તમારી પાસે આગળ વધવા માટે ઘણા બધા ઓપ્શન હશે, તમારી ઈચ્છા મુજબ આગળ વધવુ, કરિયર ને લગતા પ્રોબ્લેમ આજે દૂર થશે

રિલેશન : આજનું કાર્ડ પોઝીટીવ છે પરંતુ તમારે રિલેશન માં થોડું ધ્યાન આપવું પડશે,

હેલ્થ : તમારી હેલ્થ માં સુધારો લાવવા માટે તમારે કોઈ એક્શન લેવી પડશે

શુભ રંગ : રેડ

શુભ અંક : 1

વૃષભ રાશિ - Taurus

CLAIRSENTIENCE

 

આજનો દિવસ થોડો ઈમોશનલ જાય તેવું બની શકે છે, આસપાસની સિચ્યુએશન અને લોકો સાથેના સંબંધોમાં જો અન બનાવ હશે તો સુધારો આવતો જણાશે, ટ્રેડિંગ અથવા કોઈપણ જાતનું રોકાણ કોઈની વાતમાં આવીને કરવું નહીં

કરિયર : આજે કાર્યમાં તમારા વિચારો બીજા લોકો કરતા અલગ હોવાથી તમારી પ્રશંસા થઇ શકે છે

રિલેશન : પોતાને બંધાયેલા અનુભવશો,

હેલ્થ : હેલ્થ ને સુધારવા માટે મેડિસિન ની સાથે બીજી કોઈ હીલિંગ મોડાલિટી યુઝ કરવાની જરૂર છે

શુભ રંગ : ગ્રીન

શુભ અંક : 3

મિથુન રાશિ – Gemini

ANGEL THERAPY

 

આજે કોઈ નવા સમાચાર ની પ્રાપ્તિ થઇ શકે છે, કોઇ નવા કાર્યની શરૂઆત કરશો, કોઈ વસ્તુની ખરીદી થાય તેવી શક્યતા છે, આજે નસીબ તમારી ફેવરમાં હોય તેવું લાગે, કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે કોઈ નવા પ્રોજેક્ટ પર કાર્ય કરી શકશો, ટ્રેડિંગ માટે આજનો દિવસ સારો છે, પેરેન્ટ્સ તરફથી કોઈ ગિફ્ટ મળી શકે છે,

કરિયર : કોઈના સાથ સહકાર દ્વારા કાર્ય આગળ વધારી શકશે

રિલેશન : કોઈના જીવનમાં પોતાનો ભૂતકાળ પાછો ફરે એવો બની શકે છે, જે તમારા માટે હિતાવહ નથી,

હેલ્થ : સુધરતી જણાશે

શુભ રંગ : પિસ્તા

શુભ અંક : 3

કર્ક રાશિ – Cancer

VICTORY

 

લાંબા સમયથી અટવાયેલા કોઈ કાર્યમાં સફળતા મળતી જણાય, આસપાસનું વાતાવરણ આનંદિત હશે અને ઉત્સાહ આપનારુ હશે, સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થઇ શકે છે, કાર્યક્ષેત્રમાં લીડરશીપ કરી શકશો, તમારી યોજના સફળ જશે, આજે મહત્વનાં નિર્ણયો લઈ શકશો, આજનો દિવસ પોઝિટિવ રહે

કરિયર : કોઈ પાવરફુલ પોઝિશન પ્રાપ્ત થશે, આજે વધારે વર્કલોડ આવે તેવું બની શકે છે

રિલેશન : તમારા રિલેશનમાં એક સિક્યુરિટી અનુભવશો, ખરીદી માટે બહાર જઈ શકશો

હેલ્થ : ભોજન સંતુલિત ન હોવાને લીધે હેલ્થ બગડી શકે છે

શુભ રંગ : રેડ

શુભ અંક : 1

સિંહ રાશી - Leo

PRIORITIES

 

આજે કોઈ સારા સમાચાર મળી શકે છે, કોઈ તક આવતી જણાશે, તે તકને અપનાવી લેવી આગળ જતાં તેમાંથી સફળતા પ્રાપ્ત થશે, આસપાસના લોકો તરફથી લાભ પ્રાપ્તિ થઇ શકે છે, કાર્યક્ષેત્રમાં તમારે પૂરા આત્મવિશ્વાસથી આગળ વધવું જેના થી સફળતા પ્રાપ્ત થશે, અમુક લોકો માટે જોબ ઓફર‌ આવી શકે છે,

કરિયર : સ્માર્ટ વર્ક કરી શકશો

રિલેશન : મધ્યમ રહેશે, એકલતા કોરી ખાય એમ બને

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : બ્રાઉન

શુભ અંક : 9

કન્યા રાશિ - Virgo

RELATIONSHIP HARMONY

 

લાંબા સમયથી ચાલી રહેલી મનની અશાંતિ માં સુધારો આવતો જણાશે, આજનો દિવસ ઉત્સાહ ભર્યો રહેશે, આસપાસના લોકો સાથે નું વાતાવરણ આનંદીત રહેશે, લોકોને મદદરૂપ થશો, કાર્યક્ષેત્રમાં કોઈ કાર્ય ફસાયેલું હોય તેવુ બની શકે છે, જ્યારે અમુક લોકો માટે આ કાર્ડ સૂચવી જાય છે કે સફળતા મળ્યા પછી બેસી રહેવું નહીં સતત કાર્યરત રહેવું,

કરિયર : નવો બિઝનેસ અથવા નવી જોબ મળી શકે છે, કાર્યમાં પોઝિટિવ રીઝલ્ટ મળશે

રિલેશન : ખૂબ સારા રહેશે,

હેલ્થ : હેલ્થ માં ઇમ્પ્રૂવમેન્ટ આવશે

શુભ રંગ : ઓરેન્જ

શુભ અંક : 4

તુલા રાશિ - Libra

CLEAR UR SPACE

 

થોડું મન બેચેન રહે અથવા અશાંતિ જણાય, ભવિષ્યને લઈને સતત વિચાર માં રહો તેવું બની શકે છે, કોઈ કાર્ય કરવા માટે તત્પર હો પરંતુ કોઈ અવરોધ ને લીધે આગળના વધી શકો તેવું બની શકે છે, કાર્યક્ષેત્રમાં તમારી કોઈ કાર્યને લઇને ભૂલ નીકળે તેવું બની શકે છે, આજે મનને શાંત રાખવું,

કરિયર : વર્કપ્લેસ પર અથવા તમારા કાર્યમાં કોઈ તમારો વિરોધ કરતો હોય તેવું અનુભવશો, પરંતુ તમારે તમારા તરફથી પોઝિટીવ રહેવું

રિલેશન: બીજા કોઇની દખલગીરી  થી તમારા રિલેશનને બચાવવા

હેલ્થ : મધ્યમ રહે

શુભ રંગ : ગ્રીન

શુભ અંક : 7

વૃશ્ચિક રાશિ - Scorpio

ALL IS WELL

 

આજનો દિવસ હકારાત્મક અને ઉત્સાહી રહેશે, આજે ખુશીની અનુભવ થશે, કોઈ ફંકશન અથવા ખુશીનો માહોલ બને અથવા તેમાં સામેલ થાવ તેવું બની શકે છે, સફળતા પ્રાપ્ત થતી જણાશે, કાર્યક્ષેત્રમાં એકસાથે મલ્ટી ટાસ્કીંગ કાર્ય કરી શકશો

કરિયર : કોઈ નવી જોબ ની ઓફર મળી શકે છે, જો તમે સ્થાયી છો તો નવો પ્રોજેક્ટ અથવા નવી શક્યતાઓ આવી શકે છે

રિલેશન : તમારા રિલેશનમાં તમે ફરીથી નવો સ્પાર્ક અનુભવશો, સિંગલ છો તો કોઈ નવી વ્યક્તિ ટૂંક સમયમાં જ આવશે

હેલ્થ : તમારી અંદર એક નવી તાજગીનો અનુભવ થશે, નવી લાઈફ મળી હોય તેવી અનુભૂતિ થાય

શુભ રંગ : ઑફ વાઇટ

શુભ અંક : 1

ધનુ રાશિ - Sagittarius

TAKE BACK YOUR POWER

 

આજે કોઈ મહત્વના નિર્ણયો લેવા પડે તેવું બની શકે છે, કોઈ વડીલ તરફથી મદદ મળશે, અથવા તમે કોઈ પટેલની મદદ કરશો, જમીન અથવા મિલકત ખરીદી શકો છો, અગત્યનું કાર્ય કરવા માટે આજનો દિવસ સારો છે,

કરિયર : નવી જોબ નવો પ્રોજેક્ટ મળી શકે છે જો તમે કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો એમાં ઇમ્પ્રૂવમેન્ટ આવશે

રિલેશન : કોઈ નવું વ્યક્તિ લાઈફ માં આવી શકે છે, તમારામાંથી કોઈને ઇન્ટરેસ્ટ ઓછો થતો હોય તેવું લાગે

હેલ્થ : બીમારીમાંથી સુધારો આવશે રોગ પ્રતિકારક શક્તિ વધશે, એક્સીડન્ટ થી બચવું

શુભ રંગ : વાઈટ

શુભ અંક : 3

મકર રાશિ - Capricorn

MOON CYCLES

 

વિચારોમાં વધારો થતો હોય તેવું જણાય, અશાંત મનને તમારા કંટ્રોલ દ્વારા જ તમે શાંત કરી શકશો, આજના દિવસે લાભની પ્રાપ્તિ થશે, નવી તકો આવતી જણાશે, કોઈ વસ્તુ ને લઈને બેચેન હશો તેનો રસ્તો નીકળતો દેખાશે,

કરિયર : કરિયર માટે આ કાર્ડ હકારાત્મકતા દર્શાવે છે આજે ખૂબ જ ક્રિએટીવ વિચારો તથા પેશન સાથે તમારું વર્ક કરશો, આ કાર્ડ તમારા વર્ક માટે ની પ્રમાણિકતા સૂચવી જાય છે

રિલેશન : આજે રિલેશન સારા રહેશે, જો ઝઘડો થયો પણ હશે તો આરામથી મનમેળ થઈ જશે, બંનેનો ધ્યેય એક થતો જણાય

હેલ્થ : તમારી અનહેલ્ધી હેબીટ પર ધ્યાન આપવું, અમુક લોકો માટે રોગ પ્રતિકારક શક્તિ વધતી જણાય

શુભ રંગ : રેડ

શુભ અંક : 5

કુંભ રાશિ - Aquarius

YOU KNOW WHAT TO DO

 

આજે તમે લોકોને મહત્વના નિર્ણયો લેવામાં મદદરૂપ થશો, જયારે અમુક લોકો માટે બીજાની સલાહ ને અનુસર્યા વગર પોતાના અંતર આત્માના અવાજને સાંભળી ને આગળ ચાલવા માટે આકાડૅ સૂચવી જાય છે, મહત્વના કાર્યો ને આજે ડીલે કરવા નહીં,

કરિયર : કોઈ જગ્યા પર આજે રોકાણના કરવું બની શકે તમારી સાથે કામ કરનારા લોકો તમારી નેગેટિવ વાતો ફેલાવી રહ્યા હોય

રિલેશન : જો તમે તમારા પાર્ટનર નું ધ્યાન ખેંચવા માટે કોઈ ડ્રામા કરી રહ્યા હો તો તે તેમને ગુસ્સો અપાવી શકે છે

હેલ્થ : કાળજી લેવી, વધારે પાણી પીવું

શુભ રંગ : લાઈટ બ્લુ

શુભ અંક : 1

મીન રાશિ - Pisces

DIVINE ORDER

 

આજે લાઈફ બેલેન્સ થતી જણાશે, આજે તમારું ધ્યાન ભવિષ્યની યોજનાઓ માં હશે, અથવા ભવિષ્યને લઈને વિચારોમાં હશે, આકાડૅ સૂચવી જાય છે કે વર્તમાન પરિસ્થિતિ નો આનંદ ઉઠાવવાનો ભૂલવું નહીં,

કરિયર : આજે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો શોધી કાઢશો, આજે તમારે તમારી પોઝિશન સંભાળીને ફોકસ સાથે કાર્ય કરવૂ

રિલેશન : રિલેશનમાં કોઈ અવરોધ આવે તેવી શક્યતા છે .

હેલ્થ : તમારા વિલ પાવરથી તમે બીમારી ને હટાવી શકશો

શુભ રંગ : યલ્લો

શુભ અંક : 7

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top