ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

01/24/2021 Religion & Spirituality

પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો ટેલ્સ
પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો કાર્ડ એક્સપર્ટ

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

સુપ્રભાત. આજે 24 જાન્યુઆરી, રવિવારનું ટેરો રીડીંગ નીચે મુજબ છે.

મેષ રાશિ - Aries

PAGE OF PENTACLES

આજનો દિવસ પોઝિટિવ રહેશે, કોઈ ના સમાચાર મળે, નાણાકીય પ્રાપ્તિ થઇ શકે છે, સમયમાં બદલાવ આવતો જણાય, જો કોઈ જગ્યા પર ઇન્વેસ્ટ કરવા ઈચ્છો છો તો આજનો દિવસ તમારા માટે સારો રહેશે, મહત્વના કાર્યો કરી શકશો,

કરિયર : આજે સમયસર પોતાનું કાર્ય કમ્પ્લીટ કરી શકશો જેને લીધે રાહત અનુભવશો

રિલેશન : સમજણ શક્તિ વધારવાની જરૂર છે, રિલેશનમાં કમી જણાતી હોય તો એકબીજાને ટાઈમ આપવાની જરૂર છે

હેલ્થ : તમારે તમારી જાતને એનર્જેટિક ફીલ કરવાની જરૂર છે,

શુભ રંગ : યલો

શુભ અંક : 5

વૃષભ રાશિ - Taurus

KNIGHT OF SWORDS

લાઇફમાં સફળતા મેળવવા માટે નવા આઇડિયાઝ અને ક્રિએટિવિટીને અમલમાં મૂકવાની જરૂર છે, આજે બહુ ઉતાવળમાં કાર્ય કરવું નહીં , નવો રસ્તો તમને અંતમાં એક સંતુષ્ટિ અપાવશે, આજે એનર્જેટિક અનુભવશો, તમારા ધ્યેય ને પૂરું કરવા માટે રસ્તામાં આવતા અવરોધોને અવગણવા

કરિયર : તમારો ઉત્સાહ અને ડીટર્મિનેશન તમારા ટીમને પૂરું કરવામાં મદદરૂપ થશે, જો તમે ક્યારેય ચેન્જ કરવા ઈચ્છી રહ્યા છો તો નિર્ણય તમારા માટે બરાબર હશે

રિલેશન : તમારા રિલેશનમાં વળાંક આવતો જણાશે

હેલ્થ : રિકવરી આવતી જણાશે

શુભ રંગ : ગ્રીન

શુભ અંક : 3

મિથુન રાશિ – Gemini

TWO OF SWORDS

આજે તમારી એનર્જીને વધારવાની જરૂર છે, કોઈ પરિસ્થિતિ અથવા વ્યક્તિ થી પરેશાન છો તો તેનાથી થોડી ચેતવણી રાખવી, સિચ્યુએશનને શાંત મને પૂરી થવા માટે રાહ જુઓ, કોઈક વસ્તુ તમારાથી હિડન હોય તેવી અનુભૂતિ થાય

કરિયર : કાર્યક્ષેત્રમાં તમારા કોમ્પ્પીટીટર ને સામાન્ય ન ગણવૂ, તેની સાથે કોઈ આર્ગ્યુમેન્ટ માં પણ ન આવવું

રિલેશન : પાર્ટનર સાથે ઘણી બધી વસ્તુઓ મેચ થતી જણાય

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : બ્લુ

શુભ અંક : 2

કર્ક રાશિ – Cancer

THE HANGEDMAN

આજે તમે ડે ડ્રીમિંગ માં રહો તેવું બની શકે છે, આજે ન્યટ્રલ, શાંત અને ઇનર બેલેન્સ જાળવવા માટે આકાર સૂચવી જાય છે, તમારી પાસે કોઈ એક્શન લેવા માટેની એનર્જી છે પરંતુ રાઈટ ટાઈમની રાહ જોવી, પોતાના ચાતુર્ય નો ઉપયોગ કરીને વસ્તુને એક નવા એગંલ થી જોવાની કોશિશ કરવી, આજનો દિવસ પોઝિટિવ રહેશે

કરિયર : આજે કાર્યમાં તમારા વિચારો બીજા લોકો કરતા અલગ હોવાથી તમારી પ્રશંસા થઇ શકે છે

રિલેશન : પોતાને બંધાયેલા અનુભવશો,

હેલ્થ : હેલ્થ ને સુધારવા માટે મેડિસિન ની સાથે બીજી કોઈ હીલિંગ મોડાલિટી યુઝ કરવાની જરૂર છે

શુભ રંગ : ગ્રીન

શુભ અંક : 3

સિંહ રાશી - Leo

KING OF WANDS

આજે પરિસ્થિતિ તમારી ફેવરમાં હશે, આજે તમે કોઇ પણ પરિસ્થિતિ અથવા ચેલેન્જીસ ને ફેસ કરવા રેડી હસો, આજે કોઈ મહત્વના નિર્ણયો લેવાના થઈ શકે છે, આજે કોન્ફિડન્ટ હશો અને મોટીવેટેડ રહેશો, ગુસ્સા પર થોડો કંટ્રોલ રાખવો

કરિયર : કોઈ નવું કાર્ય શરૂ કરવા વિશે વિચારો, આજે કાર્યને કમ્પ્લીટ કરવા માટે મોટીવેશન અને કોન્ફિડન્સની જરૂર છે

રિલેશન : અગર તમે સિંગલ છો તો મોટીવેડ અને પોઝિટીવ વ્યક્તિ તમારી લાઇફમાં એન્ટર થાય તેવી શક્યતા છે

હેલ્થ : ઇમ્યુનિટી પાવર વધારવાની જરૂર છે

શુભ રંગ : રેડ

શુભ અંક : 2

કન્યા રાશિ - Virgo

TWO OF PENTACLES

આજે કોઈ અગત્યનું પેમેન્ટ કરશો, મને કોઈ ખોટી જગ્યા પર ઇન્વેસ્ટ ના થઈ જાય તેનું ધ્યાન રાખવું, આજે ટાઇમ મેનેજમેન્ટ પર ધ્યાન આપવું જરૂરી છે, લાઇફમાં આવતા ઉતાર-ચઢાવ ને સારી રીતે બેલેન્સ કરી શકશો, આજે ખર્ચ કરવામાં પ્રાયોરિટી પર વધારે ધ્યાન આપવૂ

કરિયર : ટ્રેડિંગ માટે આજનો દિવસ યોગ્ય નથી,

રિલેશન : રિલેશનમાં કોઈ વસ્તુ જતી કરવી પડે તેવું બની શકે છે

હેલ્થ : વોકિંગ પર ધ્યાન આપવું

શુભ રંગ : ઓરેન્જ

શુભ અંક : 2

તુલા રાશિ - Libra

SIX OF CUPS

ભૂતકાળની કોઈ ક્ષણો યાદ આવે તેવું બની શકે છે, નાનપણના મિત્રો અથવા સગા સંબંધીઓ સાથે મુલાકાત થઈ શકે છે, આ મુમેન્ટ તમારી લાઇફમાં આનંદની પળો લાવશે, આજે થોડા કેરલેસ રહશો, જ્યારે અમુક લોકો માટે નાના બાળકો સાથે સમય પસાર થાય, આજનો દિવસ એનર્જેટિક રહેશે

કરિયર : સહકર્મીઓ એકબીજાના વિચારોની આપ-લે કરીને પ્રોજેક્ટ તૈયાર કરશે, વારસામાં મિલકત પ્રાપ્ત થાય તેવી શક્યતા છે

રિલેશન : રિલેશન માં સ્ટેબિલિટી આવતી જણાશે,

હેલ્થ : સુધરતી જણાશે,

શુભ રંગ : મરૂન

શુભ અંક : 6

વૃશ્ચિક રાશિ - Scorpio

SIX OF SWORDS

કોઈ જગ્યા પર ટ્રાવેલિંગ કરશો, ઘર અથવા વર્કપ્લેસ પર સ્થળ બદલી થાય તેવી શક્યતા છે, કોઈ નવું કાર્ય કરશો, ફેમિલીને લઇને બહાર જવાનું થાય તેવું બની શકે છે, કોઈક વસ્તુ કે પરિસ્થિતિ ને ન ઇચ્છવા છતાં છોડવી પડે, હાર્ડ વર્ક પછી સફળતા પ્રાપ્ત થશે,

કરિયર : કોઈ નવી જગ્યા પર તમારું જોબ નું શિફ્ટિંગ થાય,અથવા તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તમે ચેન્જ કરો તેવું બની શકે છે

રિલેશન : જો તમે રિલેશનમાં છો તો તમારા રિલેશનને રીન્યુ કરવાની જરૂર છે

હેલ્થ : રૂટિનમાં ચેન્જ આવવાથી તમારી તબિયત સુધરતી જણાશે,

શુભ રંગ : પિસ્તા

શુભ અંક : 6

ધનુ રાશિ - Sagittarius

THE LOVERS

આજનો દિવસ તમને આનંદ આપનારો રહેશે, દરેક વસ્તુઓ તમારી ફેવરમાં થતી જણાશે, આસપાસની પરિસ્થિતિઓમાં આનંદ માણી શકશો, લોકોનો સાથ સહકાર જણાય, કોઈ સારા સમાચાર ની પ્રાપ્તિ થઇ શકે છે,

કરિયર : સ્પષ્ટ રીતે કમ્યુનિકેટ કરવાથી તમારી ફેવરમાં કાર્ય થશે, પાર્ટનરશીપ સારી રહેશે

રિલેશન : એકબીજા સાથે બોન્ડિંગ વધશે,

હેલ્થ : ફેમિલીના લવ અને સપોર્ટ ના લીધે હેલ્થ સામે લડવાની સ્ટ્રેન્થ વધે

શુભ રંગ : ગ્રીન

શુભ અંક : 5

મકર રાશિ - Capricorn

NINE OF SWORDS

આજે તમારા વિચારો પર કંટ્રોલ રાખવો, વધુ પડતા નેગેટિવ વિચારો તમને અપસેટ કરી શકે છે, જો કોઈ તરફથી મદદ મળે તો આ કાર્ડ કોઈની મદદ લેવા માટે સૂચવી જાય છે, કોઈ ના નવા આડીયાસ તમને ન્યુ વિઝન આપશે જેનાથી તમે તમારી મુશ્કેલીમાંથી બહાર આવી શકશો, જે વસ્તુ રીયલ માં નથી તેને વિચારીને દુઃખી થવું નહીં

કરિયર : તમારા રીયલ પોટેન્શિયલ ને ઓળખવા માટે તમારે નેગેટિવ વિચારોને દૂર કરવા જરૂરી છે,

રિલેશન : પાર્ટનરના જૂઠ્ઠાણા થી અથવા સ્વભાવથી સ્ટ્રેસ રહો તેવું બની શકે છે

હેલ્થ : હકારાત્મક વાતાવરણ માં રહેવું જેનાથી સુધારો આવતો જણાશે

શુભ રંગ : પિંક

શુભ અંક : 9

કુંભ રાશિ - Aquarius

KING OF SWORDS

આજે કોઈ જવાબદારી સાથે કાર્ય કરશો, આજે તમારા ઇન્ટલેકટ નો ઉપયોગ કરીને કાર્ય કરશો, કોઈ વડીલ તરફથી મદદ મળે તેવી શક્યતા છે, વસ્તુ અથવા પરિસ્થિતિને તમારી ફેવરમાં કરવા માટે આજે તમારે લાગણીમાં ના આવીને માઈન્ડ થી વિચારવું,

કરિયર : કોઈ સલાહકાર તમારા કાર્યક્ષેત્રમાં મદદરૂપ થાય તેવી શક્યતા છે,

રિલેશન : તમારો પાર્ટનર પ્રેક્ટીકલ હોય એવી ફીલિંગ્સ તમને આવૅ

હેલ્થ : સુધારો આવતો જણાશે

શુભ રંગ : ગ્રીન

શુભ અંક : 9

મીન રાશિ - Pisces

KNIGHT OF PENTACLES

આજે કોઈ નવી તક આવે તેવી શક્યતા છે, આજનો દિવસ પોઝિટિવ રહેશે, આજે તમે એનર્જેટિક રહેશો, કોઈપણ ચેલેન્જીસ નો સામનો કરી શકશો, આજનો દિવસ તમારી ફેવરમાં રહેશે

કરિયર : તમારી અંદર રહેલો કોન્ફિડન્સ તમને તમારો ટાસ્ક પૂરો કરવામાં મદદરૂપ થશે, કાર્યમાં સફળતા મળશે

રિલેશન : આજે તમારા પાર્ટનરમાં તમને બધું મળી ગયું હોય તેવી લાગણી થાય

હેલ્થ : ઇમ્યુનિટી વધવાને લીધે તબિયતમાં સુધારો આવતો જાય

શુભ રંગ : બ્લેક

શુભ અંક : 5

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top