વેચાવાની છે ટાટાની આ 70 વર્ષ જૂની કંપની? તમારા ઘરમાં પણ હશે તેનો સામાન
ટાટા ગ્રુપનું વોલ્ટાસ બ્રાન્ડ હોમ અપ્લાયન્સ ફિલ્ડમાં એક મોટો પ્લેયર છે. ખાસ કરીને એર કન્ડિશન અને વોટર કુલર માર્કેટમાં વોલ્ટાસનો દબદબો છે. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે ટાટા ગ્રુપ આ કંપનીને વેચવાની તૈયારીમાં છે. ટાટા ગ્રુપ, હોમ અપ્લાયન્સ સાથે જોડાયેલી વોલ્ટાસના બિઝનેસને વેચવાનો પ્લાન કરી રહ્યું છે. જો કે, આ ડીલમાં જોઇન્ટ વેન્ચર પાર્ટનર Arcelik ASને સામેલ કરવાને લઈને અત્યાર સુધી કોઈ પ્રકારનો નિર્ણય થયો નથી.
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, પ્રતિસ્પર્ધી બજારમાં બિઝનેસના વિસ્તારમાં પડકારોના કારણે ટાટા ગ્રુપ, વોલ્ટાસ લિમિટેડના બિઝનેસના વેચાણ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે, અત્યારે વાતચીત માત્ર શરૂઆતી દૌરમાં છે અને આ ખબર પર ટાટા ગ્રુપે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો છે.
વોલ્ટાસ કંપનીની શરૂઆત આઝાદીના બરાબર પછી વર્ષ 1952માં થઈ હતી. હાલમાં કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 1,689 છે. તેનું મુખ્યાલય મુંબઈ છે. કંપની મુખ્યરૂપે એર કન્ડિશનર, વોટર કુલર, એર કુલર્સ, રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન, ડિશવૉશર, માઇક્રોવેવ, એર પ્યૂરીફાયર્સ અને હોમ અપ્લાયન્સ સાથે જોડાયેલો બિઝનેસ કરે છે. કંપની ભારત, મધ્ય પૂર્વ, દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકામાં બિઝનેસ છે. આ ખબર બાદ મંગળવારે વોલ્ટાસના શેરમાં થોડો દબાવ જોવા મળ્યો. કારોબારના અંતમાં શેર 1.70 ટકા ઘટીને 813.80 રૂપિયા પર બંધ થયા. ભારતમાં વોલ્ટાસનો કારોબાર, ટાટા ગ્રુપ પોતાના જોઇન્ટ વેન્ચર Arcelik AS સાથે કરી રહ્યું છે. 30 સપ્ટેમ્બર સુધી ભારતમાં રેફ્રિજરેટર માટે વોલ્ટાસની બજાર હિસ્સેદારી 3.3 ટકા અને વોશિંગ મશીન માટે 5.4 ટકા હતી.
એર કન્ડિશનર નિર્માતા કંપની વોલ્ટાસ ને 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયેલા બીજા ત્રિમાસિકમાં 36 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો થયો છે. ગયા વર્ષે સમાન અવધિમાં કંપનીને 6 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. હાલના નાણાકીય વર્ષની બીજા ત્રિમાસિકમાં કંપનીની કુલ આવક વધીને 2634 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp