દિવાળી પહેલા ત્રણ ગ્રહોનું મોટું ગોચર, આ ચાર રાશિઓ માટે રહેશે ખુબ શુભ

દિવાળી પહેલા ત્રણ ગ્રહોનું મોટું ગોચર, આ ચાર રાશિઓ માટે રહેશે ખુબ શુભ

11/06/2023 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

દિવાળી પહેલા ત્રણ ગ્રહોનું મોટું ગોચર, આ ચાર રાશિઓ માટે રહેશે ખુબ શુભ

આ વર્ષે 10 નવેમ્બરથી દિવાળીનો મહાપર્વ શરુ થઇ રહ્યો છે. 12 નવેમ્બરના રોજ દિવાળી ઉજવાશે. દિવાળીના પહેલા રાહુ, કેતુ અને શનિએ ગોચર કરી લીધું છે. રાહુ કેતુ અને શનિને જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. આ ત્રણ ગ્રહોને પાપી ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. રાહુ કેતુ અને શનિના અશુભ પ્રભાવોથી દરેક ભયભીત રહે છે, પરંતુ એવું નથી, આ ગ્રહ શુભ ફળ પણ આપે છે. એના શુભ હોવા પર વ્યક્તિનું સુતેલું ભાગ્ય પણ જાગી જાય છે. જ્યોતિષ ગણના અનુસાર દિવાળીના મહાપર્વ પર કેટલીક રાશિ વાળા પર રાહુ, કેતુ અને શનિની વિશેષ કૃપા રહેશે. આ રાશિને ખુબ ધન લાભ થશે. તો ચાલો જાણીએ કે કઈ 4 રાશિઓ દિવાળી રહેશે શુભ.


મેષ

મેષ

આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. દેવી લક્ષ્મીની કૃપાથી આર્થિક લાભ થશે. વિવાહિત જીવન સુખમય રહેશે. આવકમાં વધારો થશે. પરિવારમાં માન-સન્માન વધશે. નોકરી-ધંધામાં પ્રગતિની તક મળશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે.


વૃષભ

વૃષભ

નવું મકાન કે વાહન ખરીદી શકો છો. તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. શિક્ષણ ક્ષેત્રે સફળતા મળવાની સંભાવના છે. શૈક્ષણિક કાર્ય સુખદ પરિણામ આપશે. સંતાન પક્ષથી લાભ થશે. નોકરીમાં પ્રગતિની સંભાવના છે. ઘરમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે. ધાર્મિક યાત્રા પર જવાની પણ શક્યતાઓ છે.


મિથુન

મિથુન

માનસિક શાંતિનો અનુભવ થશે. શિક્ષણના ક્ષેત્રમાં તમને સફળતા મળશે. ધંધા કે નોકરી માટે તમારે બીજી જગ્યાએ જવું પડી શકે છે. નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે. પ્રગતિનો માર્ગ મોકળો થશે. આવકમાં વધારો થશે, સંચિત સંપત્તિમાં પણ વધારો થશે પરંતુ તમારે કોઈ બીજી જગ્યાએ જવું પડી શકે છે. તમને મિત્રોનો સહયોગ મળશે.


સિંહ

સિંહ

ધાર્મિક કાર્યો થશે. સંતાનોના સુખમાં વધારો થશે. વિદેશ પ્રવાસની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ છે. મનમાં શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થશે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો પરંતુ અતિશય ઉત્સાહી થવાનું ટાળો. પરિવારમાં માતા અથવા કોઈ વૃદ્ધ મહિલા પાસેથી પૈસા મળવાની સંભાવના છે. નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે પરંતુ સ્થાન પરિવર્તનની પણ સંભાવના છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top