બિહાર સરકારને તગડો ઝાટકો! સુપ્રીમ કોર્ટે આરક્ષણ મામલે પટના હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપવાનો ઇનક

બિહાર સરકારને તગડો ઝાટકો! સુપ્રીમ કોર્ટે આરક્ષણ મામલે પટના હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો! પટના હાઈકોર્ટે કહેલું...

07/29/2024 National

SidhiKhabar

SidhiKhabar

બિહાર સરકારને તગડો ઝાટકો! સુપ્રીમ કોર્ટે આરક્ષણ મામલે પટના હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપવાનો ઇનક

બિહાર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, પટના હાઈકોર્ટે થોડા સમય પહેલા નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત મુદ્દે બિહાર સરકારના નિર્યણ ઉપર રોક લગાવી દીધી હતી. એ પછી મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ જતા હવે સુપ્રિમે પણ પટના હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે સપ્ટેમ્બરમાં સુનાવણી કરશે. પટના હાઈકોર્ટે તો આ ચુકાદાને ગેરબંધારણીય જાહેર કરેલો


પટના હાઈકોર્ટે 20 જૂને ચુકાદો આપ્યો હતો

પટના હાઈકોર્ટે 20 જૂને ચુકાદો આપ્યો હતો

20 જૂને પટના હાઈકોર્ટે અનુસૂચિત જાતિ, જનજાતિ, અત્યંત પછાત અને અન્ય પછાત વર્ગના અનામતને 65 ટકા સુધી વધારીને બિહાર સરકારના કાયદાને રદ કર્યો હતો. પટના હાઈકોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. આનો અર્થ એ થયો કે હવે અનુસૂચિત જાતિ, જનજાતિ, અતિ પછાત અને અન્ય પછાત વર્ગોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 65% અનામત નહીં મળે. આથી હવે 50 ટકા અનામતવાળી જૂની વ્યવસ્થા જ લાગુ થઇ રહી છે.

બિહાર સરકારે 21 નવેમ્બર 2023 ના રોજ ગેઝેટ પ્રકાશિત કર્યું

બિહાર સરકારે રિઝર્વેશન એમેન્ડમેન્ટ બિલ દ્વારા અનામતનો વિસ્તાર વધારીને 65 ટકા કર્યો હતો. આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા આરક્ષણ ઉમેરો અને અનામતનો કુલ લાભ 75 ટકા થશે. 21 નવેમ્બર 2023 ના રોજ, બિહાર સરકારે આ અંગે એક ગેઝેટ પ્રકાશિત કર્યું હતું. આ પછી, અનુસૂચિત જાતિ/જનજાતિ, પછાત વર્ગો અને અત્યંત પછાત વર્ગોને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં 65 ટકા અનામતનો લાભ મળતો હતો.


અફઝલ અંસારીને હાઈકોર્ટમાંથી મોટી રાહત, ગેંગસ્ટર કેસમાં સજા રદ

અફઝલ અંસારીને હાઈકોર્ટમાંથી મોટી રાહત, ગેંગસ્ટર કેસમાં સજા રદ

ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારીને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે કૃષ્ણાનંદ હત્યા કેસમાં ગેંગસ્ટર હેઠળ આપવામાં આવેલી સજાને રદ કરી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે અફઝલ અંસારીની અપીલ સ્વીકારી લીધી છે. આ સાથે ગેંગસ્ટર કેસમાં સ્પેશિયલ કોર્ટે આપેલી ચાર વર્ષની સજા રદ કરવામાં આવી છે. હવે અફઝલની સંસદ સભ્યતા અકબંધ રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top