Top 5 Stocks : આ પાંચ સ્ટોક્સ પર મળી શકે છે દે ધનાધન રિટર્ન! બ્રોકરેજ હાઉસીસ શું સલાહ આપે છે જાણો!
Top 5 Stocks for this week: વિશ્વભરના બજારોમાં ચાલુ રહે છે ઉતાર-ચઢાવના નુકસાન ભારતીય શેર બજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે. વીતેલા કામકાજી સેશન (19 મે) માટે બજાર વધારા સાથે બંધ થયેલા. આ દરમિયાન, અર્નિંગ સિઝન અને કંપનીઓના કોર્પોરેટ અપડેટ્સને પગલે ઘણા શેર રોકાણની દ્રષ્ટિએ આકર્ષક જણાઈ આવે છે. આ સમયે જુદા જુદા બ્રોકરેજ હાઉસીસ 5 ચુનંદા સ્ટૉક્સમાં રોકાણની સલાહ આપે છે. કેટલાક એક્સપર્ટ્સ તો ત્યાં સુધી કહે છેક આ પૈકીના અમુક સ્ટોક્સમાં 39 ટકા સુધીનું છપ્પર ફાડ રિટર્ન પણ જોવા મળી શકે છે. (કોઈ પણ રોકાણ પહેલા માર્કેટ રિસ્કને ધ્યાનમાં રાખવું.) એ 5 સ્ટોક્સ નું લિસ્ટ નીચે મુજબ છે.
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ આ સ્ટૉક પર રોકાણની સલાહ આપે છે. પ્રતિ શેર ટારગેટ પ્રાઇસ 485 રૂપિયા છે. 19 મે 2023 ના શેરનો ભાવ 420 રૂપિયા રહ્યો. આ રીતે, રોકાણકારોને આગળ પ્રતિ શેર 5 રૂપિયા અથવા લગભગ 15 રૂપિયા રિટર્ન મળી શકે છે.
બ્રોકરેજ ફર્મ નુવામાએ Quess Corp સ્ટૉક માટે ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર ટારગેટ 520 રૂપિયા છે. 19 મે 2023 ના શેરનો ભાવ 383 રૂપિયા રહ્યો. આ રીતે, રોકાણકારોને આગળ જતા પ્રતિ શેર 137 રૂપિયા અથવા 36 ટકા રિટર્ન મળી શકે છે.
બ્રોકરેજ ફર્મ નુવામા Jindal Stainless ના સ્ટોક માટે પ્રતિ શેર ટારગેટ 395 રૂપિયા રાખવા કહે છે. 19 મે 2023 ના શેરનો ભાવ 285 રૂપિયા રહ્યો. આ રીતે, રોકાણકારોને આગળ પ્રતિ શેર 110 રૂપિયા અથવા 39 ટકા રિટર્ન મળી શકે છે.
કોરોમંડલ ઇન્ટરનેશનલના સ્ટોક પર પ્રતિ શેર ટારગેટ 1,189 રૂપિયા છે. 19 મે 2023 ના શેરનો ભાવ 924 રૂપિયા રહ્યો. આ રીતે, રોકાણકારોને આગળ જતા પ્રતિ શેર 265 રૂપિયા અથવા 29 રૂપિયા રિટર્ન છૂટી શકે છે.
INDIGO પર પ્રતિ શેર ટારગેટ 2,703 રૂપિયા છે. 19 મે 2023 ના શેરનો ભાવ 2,257 રૂપિયા રહ્યો. આ રીતે, રોકાણકારોને આગળ પ્રતિ શેર 446 રૂપિયા અથવા 20 ટકા રિટર્ન મળી શકે છે.
(ડિસ્ક્લેમર: અહીં રજૂ કરેલી માહિતી જુદા જુદા ફાયનાન્સિયલ એક્સપર્ટસના અંગત આકલનો મુજબ હોય છે. વેબસાઈટના આ અંગે કોઈ અંગત અભિપ્રાય નથી. માર્કેટમાં કરેલું દરેક પ્રકારનું રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા વિશ્વાસુ ફાયનાન્સિયલ એક્સપર્ટની સલાહ અચૂક લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp