રોકાણકારોની બલ્લે-બલ્લે ! 1 શેર પર મળશે 8 બોનસ શેર, માત્ર 1 વર્ષમાં આ કંપની આપી રહી છે આટલું મો

રોકાણકારોની બલ્લે-બલ્લે ! 1 શેર પર મળશે 8 બોનસ શેર, માત્ર 1 વર્ષમાં આ કંપની આપી રહી છે આટલું મોટું ગીફ્ટ

10/06/2022 Business

SidhiKhabar

SidhiKhabar

રોકાણકારોની બલ્લે-બલ્લે ! 1 શેર પર મળશે 8 બોનસ શેર, માત્ર 1 વર્ષમાં આ કંપની આપી રહી છે આટલું મો

બિઝનેસ ડેસ્ક : હાલ રોકાણ કરવા માટે લોકો શેર બજાર તરફ વધુ વળ્યા છે અને શેર બજારમાં અનેક કંપનીઓ એમના રોકાણકારોને ઘણો ફાયદો કરાવી રહી છે. એવામાં બજારની એક સ્મોલ કેપ કંપનીએ તેના રોકાણકારોને બમ્પર બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.


ગ્રેટેક્સ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ

ગ્રેટેક્સ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ

આ કંપની ગ્રેટેક્સ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ (Gretex Corporate Services)  છે જે એમના રોકાણકારોને 8:1 ના રેશિયોમાં બોનસ શેર આપવા જઈ રહી છે. એટલે કે રોકાણકારોને કંપનીના એક શેર પર 8 બોનસ શેર મળશે. રોકાણકારો માટે સારા સમાચાર છે કારણ કે રોકાણના માત્ર એક વર્ષની અંદર જ કંપની એમના રોકાણકારોને બોનસ શેર આપવા જઈ રહી છે.


એક વર્ષ પહેલા લિસ્ટેડ થઈ હતી કંપની

એક વર્ષ પહેલા લિસ્ટેડ થઈ હતી કંપની

જણાવી દઈએ કે એક વર્ષ પહેલા આ કંપનીએ IPO લોન્ચ કર્યો હતો અને 9 ઓગસ્ટ 2021ના રોજ શેરબજારમાં લિસ્ટ થઈ હતી. ગ્રેટેક્સ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડે બોનસ શેર સંબંધિત નવીનતમ અપડેટ એ છે કે બોનસ શેર આપવા માટેની રેકોર્ડ તારીખમાં સુધારો કર્યો અને તેને 2 દિવસ સુધી લંબાવવામાં આવી છે. રેકોર્ડ ડેટ જે પહેલા 11 ઓક્ટોબર 2022 હતી તેને સુધારીને 13 ઓક્ટોબર 2022 કરવામાં આવી છે.


કંપનીએ સ્ટોક એક્સ્ચેન્જને પણ આપી દીધી જાણકારી

કંપનીએ સ્ટોક એક્સ્ચેન્જને પણ આપી દીધી જાણકારી

ગ્રેટેક્સ કોર્પોરેટ સર્વિસિસ લિમિટેડ (Gretex Corporate Services) એ મંગળવારે એક નોટિસ જારી કરી હતી જેમાં સ્ટોક એક્સચેન્જોને જણાવ્યું હતું કે બોનસ શેર માટે તરીખને રિવાઇસ કરીને 11 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર કરવામાં આવી છે. આ અંતર્ગત 8:1ના રેશિયોમાં બોનસ શેર જારી કરવામાં આવશે. જણાવી દઈએ કે કંપની 90 લાખથી વધુ શેર જારી કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top