એક ટોફીથી પણ ઓછી કિંમતવાળા શેરે કરી કમાલ, ઓછા સમયમાં રોકાણકારો થયા માલામાલ

એક ટોફીથી પણ ઓછી કિંમતવાળા શેરે કરી કમાલ, ઓછા સમયમાં રોકાણકારો થયા માલામાલ

12/06/2023 Business

SidhiKhabar

SidhiKhabar

એક ટોફીથી પણ ઓછી કિંમતવાળા શેરે કરી કમાલ, ઓછા સમયમાં રોકાણકારો થયા માલામાલ

સ્ટોક માર્કેટમાં રોકાણકાર મોટાભાગે કોઈ એવા શેરની તપાસમાં હોય છે, જે તેમને કરોડપતિ બનાવી દે. આજે અમે એક એવા સ્ટોક બાબતે બતાવવા જઈ રહ્યા છીએ, જેણે ઓછા સમયમાં રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આ મણપ્પુરમ ફાઇનાન્સ કંપની (Mannapuram Finance Share)ના શેર છે, જેની કિંમત એક સમયે એક રૂપિયાની ટોફીની કિંમતથી પણ ઓછી હતી. જો કે, અત્યારે આ કંપનીના શેરની કિંમત ખૂબ વધારે નથી. એ અત્યારે 200 રૂપિયા પ્રતિ શેરની નીચે બિઝનેસ કરી રહ્યા છે અને કેટલીક બ્રોકરેજે તેમાં પૈસા લગાવવાની સલાહ આપી છે.


5 દિવસમાં આટલા વધ્યા શેર:

5 દિવસમાં આટલા વધ્યા શેર:

મંગળવારે Mannapuram Finance કંપનીના શેર 1.79 ટકા ઘટીને 164.35 રૂપિયા પર બિઝનેસ કરી રહ્યા હતા. જો કે છેલ્લા 5 દિવસ દરમિયાન તેના શેર 5 ટકા સુધી ચઢી ચૂક્યા છે. મોતીલાલ ઓસવાલે તેમાં પૈસા લગાવવાની સલાહ આપી છે. આ કંપનીના સ્ટોકે એક મહિનામાં 15 ટકા અને 6 મહિનામાં 50 ટકાનું રિટર્ન આપ્યું છે. તેનું 52 અઠવાડિયાનું હાઇ લેવલ 170.40 રૂપિયા અને તેનું એક વર્ષનું લો લેવલ 101.15 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 1.39 ખરબ રૂપિયા છે.


55 હજાર લગાવનારા બન્યા કરોડપતિ:

Mannapuram Financeના શેર 8 ડિસેમ્બર 2006ના રોજ માત્ર 90 પૈસામાં મળી રહ્યા હતા. હવે તે 164 રૂપિયા પર છે એટલે કે 17 વર્ષમાં 55 હજાર રૂપિયાનું રોકાણ કરનારા રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. છેલ્લા એક વર્ષમાં શેરની ચાલ 27 ફેબ્રુઆરી 2023ના રોજ એ એક વર્ષના નીચલા સ્તર 101.15 રૂપિયા પર હતા. ત્યારબાદ 10 મહિના કરતાં પણ ઓછા સમયમાં તે 68 ટકાથી વધુ વધીને 4 ડિસેમ્બર 2023ના રોજ એક વર્ષના હાઇ લેવલ 170.50 રૂપિયા પર પહોંચી ગયા હતા. જો કે, તેમાં નફાવસૂલીના કારણે શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.


Mannapuram Finance શેર ટારગેટ:

Mannapuram Finance શેર ટારગેટ:

ઘરેલુ બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે નૉનગોલ્ડ સેગમેન્ટમાં મજબૂત ગ્રોથ અને હાઇ અધર અને હાઇ અધર ઇનકમના કારણે નાણાકીય વર્ષ 2024માં તેની EPS અનુમાનના 5 ટકા અને નાણાકીય વર્ષ 2025માં 6 ટકા વધારી દીધી છે. બ્રોકરેજનું અનુમાન છે કે વર્ષ 2023થી વર્ષ 2026માં તેનું ગોલ્ડ MU 10 ટકા અને કન્સલિડેટેડ 20 ટકા ચક્રવૃદ્ધિ દરની સ્પીડથી વધી શકે છે. એવા ઘણા કારણે બ્રોકરેજ ફર્મે 180 રૂપિયાના ટારગેટ પ્રાઇઝ પર ખરીદીને રેટિંગ આપી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top