શું ભાજપમાં જ ડખો ચાલી રહ્યો છે? પૂર્વ નાયબ મુખ્યમંત્રીના આ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો

શું ભાજપમાં જ ડખો ચાલી રહ્યો છે? પૂર્વ નાયબ મુખ્યમંત્રીના આ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો

02/04/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

શું ભાજપમાં જ ડખો ચાલી રહ્યો છે? પૂર્વ નાયબ મુખ્યમંત્રીના આ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો

Nitin Patel: ગુજનારતાના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હંમેશાં તેમના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. ફરી એક વખત નીતિન પટેલના નિવેદને ચર્ચા જગાવી છે.  પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના સીનિયર નેતા નીતિન પટેલ કડી તાલુકાના ડરણ ગામે એક લોકાર્પણ કાર્યક્રમને સંબોધી રહ્યા હતા. ત્યારે તેમણે એવું નિવેદન આપ્યું કે જેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. તેમના નિવેદન પરથી સવાલ એવો ઉઠે છે કે શું ભાજપમાં જ ડખો ચાલી રહ્યો છે? કે પછી નીતિન પટેલ કેટલાક લોકોની ભાજપમાં એન્ટ્રીથી ખુશ નથી?

નીતિન પટેલે ડરણ ગામની નૂતન વિદ્યાલયમાં કહ્યું હતું કે, જમીન દલાલોની જેમ રાજકારણમાં પણ દલાલો છે. આ દલાલો ભાજપની ઓળખાણ આપીને ફટાફટ પોતાના કામ કરાવી લે છે. ભાજપનો કાર્યકર્તા છું અને નેતા છું એવું કહીને અધિકારીઓને ઓળખાણ કરાવે છે. ભાજપ સરકારે ઘણા લોકોને સુખી કર્યા છે. દલાલી કરતા કરતા બધા કરોડપતિ થઇ ગયા. જાહેર મંચ પરથી નાયબ મુખ્યમંત્રીએ આવું નિવેદન આપતા ભાજપમાં જ હાહાકાર મચી ગયો છે. અને આ ઈશારો કોની તરફ કર્યો એ પણ એક સવાલ છે.

તો નીતિન પટેલે અનામત અંદોલન કેમ થયું હતું તેને લઈને પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 90 ટકા, 92 ટકા અને 95 ટકા લાવતા બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને એડમિશન મળતું નહોતું એટલે વિદ્યાર્થી અને વાલીઓમાં અસંતોષ ઉભો થયો હતો. આં અસંતોષના કારણે પાતીદારોયે અંદોલન કર્યું હતું.


કોંગ્રેસની પ્રતિક્રિયા

કોંગ્રેસની પ્રતિક્રિયા

તો આ મામલે હવે વિપક્ષ સત્તાધારી પક્ષને ઘેરી રહ્યું છે. કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વિનર અને પ્રવક્તા માનીશ દોશીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ભાજપનો ખેસ પહેરો અને લૂંટનું લાઈસન્સ લઇ જાવ, તેવી ભાજપની નીતિ રહી છે. ગુજરાતમાં જાતિનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર અન્ય કોઈ પણ સરકારી પ્રમાણપત્રો, ખેડૂતોનો દાખલો હોય તમામ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી ભાજપે વિભાગોમાં એજન્ટ પ્રથા દાખલ કરી છે.

ગુજરાતમાં કાંડ-કૌભાંડમાં ભાજપનો ખેસ એટલે લૂંટવાની મંજૂરી મળે. નકલી PMO, નકલી CMO, નકલી ED, નકલી ઈનકમટેક્સ સહિતના વિવિધ અધિકારી જોયા, નકલી નોટો, નકલી ન્યાયાધીશ, નકલી સરકારી કચેરીઓ દ્વારા કરોડો રૂપિયા સગેવગે કરવાના કૌભાંડીઓ જે ભાજપ સાથે સીધી સાંઠ-ગાંઠ ધરાવતા હોય છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જે વ્યથા વ્યક્ત કરી છે તે હકીકતમાં ભાજપના ભ્રષ્ટાચારની કથા છે. ગામથી લઈને સચિવાલય સુધી જે લૂંટના લાયસન્સ ચાલે છે એટલે કે ભાજપનો ખેસ પહેરો અને લૂંટફાટ ચલાવો.


ઇસુદાન ગઢવીની પ્રતિક્રિયા

ઇસુદાન ગઢવીની પ્રતિક્રિયા

તો આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કહ્યું કે, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના દિલની વાત કરી છે અને એ સાચી છે કે ભાજપના હોદ્દેદારો લાભાર્થી બનીને લાભ લઇ રહ્યા છે. અમે આ વાત શરૂઆતથી જ કહી રહ્યા છીએ. જે લોકો સ્કૂટર લઈને ફરતા હતા એ લોકો ફોર્ચ્યૂંનર લઈને ફરતા થઇ ગયા છે. ભાજપ સત્તામાં છે એટલે અધિકારીઓને ડરાવી-ધમકાવીને આ લોકો કામ કરાવી લે છે.

આ જમીનના દલાલો ગુજરાત રાજ્યના દલાલો બની ગયા છે. અધિકારીઓને ડરાવી ધમકાવીને ભાજપના હોદ્દેદારો ગુજરાતને લૂંટવાનું કામ કરી રહ્યા છે. નીતિનભાઈએ સાચી વાત કરી કે ભાજપમાં જે લોકો છે તે લોકોને ગુજરાતના લોકોની કે દેશના લોકોની કોઈ ચિંતા નથી. અમારી માગ છે કે, આવા લોકો પોતાના ઘર ભરવા માટે સત્તામાં રહીને અધિકારીઓ પાસે ખોટા કામ કરાવે છે અને દલાલીઓ કરીને અને દલાલીઓ ખાઈને મોટા થયા છે. જે ભાજપના હોદ્દેદારો ગુજરાતને લૂંટવાનું કામ કરે છે તેને ભાજપ સરકાર બંધ કરાવે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top