BSF સૈનિકોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, ત્રણ સૈનિકોએ બલિદાન આપ્યું; 2 ડઝનથી વધુ ઇજાગ્રસ્ત

BSF સૈનિકોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, ત્રણ સૈનિકોએ બલિદાન આપ્યું; 2 ડઝનથી વધુ ઇજાગ્રસ્ત

09/21/2024 National

SidhiKhabar

SidhiKhabar

BSF સૈનિકોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, ત્રણ સૈનિકોએ બલિદાન આપ્યું; 2 ડઝનથી વધુ ઇજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં શુક્રવારે એક મોટો અકસ્માત થઇ ગયો હતો. BSF જવાનોને લઈ જઈ રહેલી બસ ખાડામાં પડી ગઈ હતી. અકસ્માતમાં ત્રણ જવાનો શહીદ થઇ ગયા હતા. બે ડઝનથી વધુ જવાનો ઇજાગ્રસ્ત થઇ ગયા છે. માહિતી મળતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બ્રેઈલ વોટરહોલ વિસ્તારમાં બસ ખીણમાં ખાબકી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર બસમાં BSFના 36 જવાનો સવાર હતા. બસ રોડ પરથી લપસી જતાં ખીણમાં પડી ગઇ હતી.

અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં BSFના ત્રણ જવાન શહીદ થઇ ગયા છે. જ્યારે 2 ડઝનથી વધુ જવાનો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત જવાનોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


વધુ એક બસ ખીણમાં ખાબકી, એક જવાને આપ્યું બલિદાન

વધુ એક બસ ખીણમાં ખાબકી, એક જવાને આપ્યું બલિદાન

બીજી તરફ શુક્રવાર સવારે પણ સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક જવાન શહીદ થયો હતો. પઠાણકોટથી મશેડી તરફ જઈ રહેલી ગાડી સુકરાલા દેવીના ગુરુ આશ્રમ પાસે 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. જ્યારે 6 જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સખત મહેનત બાદ ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને હેલિકોપ્ટર દ્વારા મિલિટ્રી હૉસ્પિટલ પઠાણકોટમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની માહિતી મળતાની સાથે જ 3 એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને સમયસર હૉસ્પિટલ લઈ જવાયા હતા.


ઈજાગ્રસ્તોની થઈ ઓળખ

ઈજાગ્રસ્તોની થઈ ઓળખ

ઈજાગ્રસ્તોની ઓળખ ઉત્તરાખંડ નિવાસી 35 વર્ષીય અનિલ સિંહ, 34 વર્ષીય પપ્પુ યાદવ (રહે. ઉત્તર પ્રદેશ), 30 વર્ષીય ભૂપેન્દ્ર સિંહ (રહે. ઉત્તરાખંડ), 45 વર્ષીય મહિપાલ સિંહ (રહે ઉત્તરાખંડ), 37 વર્ષીય સુંદર પાંડે (રહે. ઉત્તરાખંડ), 26 વર્ષીય લોકેન્દ્ર સિંહના રૂપમાં થઇ છે. જ્યારે મૃતકની ઓળખ રામકિશોરના રૂપમાં થઇ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top