કેજરીવાલ- સિસોદિયા જે એજન્સીને કોસી રહ્યા છે તેની દુનિયામાં થઇ રહી છે પ્રશંસા, હવે કેવી રીતે ચહ

કેજરીવાલ- સિસોદિયા જે એજન્સીને કોસી રહ્યા છે તેની દુનિયામાં થઇ રહી છે પ્રશંસા, હવે કેવી રીતે ચહેરો બતાવશે વિપક્ષ?

09/21/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

કેજરીવાલ- સિસોદિયા જે એજન્સીને કોસી રહ્યા છે તેની દુનિયામાં થઇ રહી છે પ્રશંસા, હવે કેવી રીતે ચહ

વૈશ્વિક આતંકવાદ વિરૂદ્ધ બનેલી સંસ્થા ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ પોતાના એક રિપોર્ટમાં ભારતની પ્રશંસા કરી છે. આ સંસ્થા વૈશ્વિક સ્તર પર મની લોન્ડ્રિંગ અને ટેરર ​​ફન્ડિંગને રોકવા માટે કામ કરે છે. તેણે ભારતની એન્ટી મની લોન્ડ્રિંગ અને આતંકવાદને ફન્ડિંગ વિરોધી વ્યવસ્થાની પ્રશંસા કરી છે. તેણે પોતાના અહેવાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીની પ્રશંસા કરી છે. EDએ 2018થી ઓક્ટોબર 2023 વચ્ચે 16,537 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. FATFનો આ રિપોર્ટ એ સમયગાળાનો છે. FATFએ કહ્યું કે દેશની વ્યવસ્થા અસરકારક છે, જો કે આ કેસોમાં કાર્યવાહીને મજબૂત કરવા માટે કેટલાક મોટા સુધારાની જરૂર છે.


ભારતને રેગ્યૂલર ફોલો-અપ' કેટેગરીમાં રાખ્યો

ભારતને રેગ્યૂલર ફોલો-અપ' કેટેગરીમાં રાખ્યો

સંસ્થાએ 368 પાનાંનો આ અહેવાલ જૂનમાં યોજાયેલી પૂર્ણ બેઠકમાં મૂલ્યાંકન અપનાવ્યા બાદ બહાર પાડ્યો છે. FATFનું મુખ્યાલય ફ્રાન્સની રાજધાની પેરિસમાં છે. ભારત બાબતે મની લોન્ડ્રિંગ અને આતંકવાદી ફન્ડિંગને નિપટવાની વ્યવસ્થાની પહેલી સમીક્ષા 2010 માં પ્રકાશિત કરવામાં આવી હતી. આ રિપોર્ટ જાહેર કરવા અગાઉ FATF નિષ્ણાતોએ ગયા વર્ષે નવેમ્બરમાં ભારતની મુલાકાત લીધી હતી. તેણે દેશને 'રેગ્યૂલર ફોલો-અપ' કેટેગરીમાં રાખ્યો છે, આ એવી કેટેગરી છે, જે માત્ર ચાર અન્ય G-20 દેશોને જ પ્રાપ્ત છે.

નોંધનીય છે કે વિપક્ષ એ જ EDને કોસતું રહ્યું છે જેની FATF પ્રશંસા કરી રહી છે. AAP નેતા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ED સંબંધિત કોસમાં જ લાંબા સમય સુધી જેલમાં રહ્યા. દેશના અન્ય ઘણા નેતાઓ EDની કાર્યવાહીનો શિકાર થયા છે. એવામાં વિપક્ષ આરોપ લગાવતું રહ્યું છે કે ED માત્ર વિપક્ષી નેતાઓને નિશાનો બનાવી રહી છે.


આગામી મૂલ્યાંકન 2031માં

આગામી મૂલ્યાંકન 2031માં

ભારતનું આગામી મૂલ્યાંકન 2031માં થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે એન્ટી મની લોન્ડ્રિંગ (AML) અને કાઉન્ટરિંગ ફાઇનાન્સિંગ ઓફ ટેરેરિઝ્મ (CFT) વ્યવસ્થા લાગૂ કરી છે જે ઘણી બાબતે અસરકારક છે. જોકે તેણે કહ્યું હતું કે મની લોન્ડ્રિંગ અને આતંકવાદને ફન્ડિંગના કેસોમાં કાર્યવાહીને મજબૂત કરવા માટે મોટા સુધારાની જરૂર છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓમાં એનજીઓનો ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સુધારાની જરૂર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં મની લોન્ડ્રિંગનો મુખ્ય સ્ત્રોત દેશની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે. ભારત સામે અનેક પ્રકારના આતંકવાદી જોખમ છે. તેમાં મુખ્ય જોખમ ISIL, ISIS, અલ-કાયદા જેવા સંગઠનોથી છે. રિપોર્ટમાં  FATF 40 ભલામણોના પાલનના સ્તર અને ભારતની AML/CFT વ્યવસ્થાની અસરકારકતાના સ્તરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સાથે જ અંગે ભલામણો કરવામાં આવી છે કે કેવી રીતે વ્યવસ્થાને મજબૂત કરી શકાય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top