સત્તા માટે દેશના ટુકડા કરતા..' કંગના રણૌતે ફરી રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર

સત્તા માટે દેશના ટુકડા કરતા..' કંગના રણૌતે ફરી રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર

09/21/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

સત્તા માટે દેશના ટુકડા કરતા..' કંગના રણૌતે ફરી રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર

અભિનેત્રી અને મંડીથી ભાજપના સાંસદ કંગના રણૌતે ફરી એકવાર વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે લોકો જાણે છે કે રાહુલ ગાંધીની દેશ પ્રત્યે શું ભાવના છે, તે કોઈનાથી છુપી નથી. તેઓ સત્તા માટે દેશના ટુકડા કરતાં અચકાતા નથી. કેટલાક લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. દરેક વ્યક્તિ જાણે છે કે જ્યારે તેઓ વિદેશ જાય છે ત્યારે તેઓ કેવા પ્રકારની વાતો કરે છે.


ઘૂસણખોરોનો મુદ્દો મોટો પડકાર

ઘૂસણખોરોનો મુદ્દો મોટો પડકાર

કંગના રણૌતે કહ્યું કે, મેં હંમેશાં શરણાર્થીઓના મુદ્દા પર, ઘૂસણખોરો વિશે વાત કરી છે. જો તમે કોઈ પણ દેશની નાગરિકતા ઈચ્છતા હોવ તો તમે મેળવી શકો છો, પરંતુ મેં લોકોને નકલી નામનો ઉપયોગ કરતા અને અન્ય ધર્મોના નામે ધંધો ચલાવતા જોયા છે, એ સ્થાનિક લોકોની સુરક્ષાને નુકસાન પહોંચાડે છે અને રાજ્ય માટે એક મોટો પડકાર બની ગયો છે. આ બધું રાજકીય લાભ માટે કરવામાં આવે છે.


ફિલ્મ 'ઇમરજન્સી' પર આ કહી આ વાત

ફિલ્મ 'ઇમરજન્સી' પર આ કહી આ વાત

તો પોતાની ફિલ્મ 'ઇમરજન્સી' પર તેમણે કહ્યું કે, મને ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી કોઈ સમર્થન મળ્યું નથી. હું અન્ય ભાગીદારો સાથે ફિલ્મની નિર્માતા છું. વિલંબથી રીલિઝ થવું દરેક માટે નુકસાનકારક છે. મને લાગે છે કે સેન્સર બોર્ડે આ ફિલ્મને વહેલી તકે રીલિઝ કરવાની જવાબદારી લેવી જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top