વિરાટ આઉટ કે નોટ આઉટ તેના પર છેડાઇ બહેસ, શુભમન અને કોહલી વચ્ચે કોનો વાંક?
વિરાટ કોહલીની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. તેણે વિશ્વના દરેક મેદાન પર રન બનાવ્યા છે. કોહલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રમ્યો નહોતો. એવામાં બધાને આશા હતી કે તે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં વાપસી કરતાની સાથે જ શાનદાર ઇનિંગ રમશે, પરંતુ અપેક્ષાથી તદ્દન વિરુદ્ધ બન્યું. બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં તે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો અને તે પૂરી રીતે ફ્લોપ સાબિત થયો હતો. તે પ્રથમ ઇનિંગમાં 6 રન અને બીજી ઇનિંગમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. હવે તેના ઓઉટ થવા પર ચર્ચા ચાલી રહી છે.
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં વિરાટ કોહલીને મેહદી હસન મિરાઝના બોલ પર અમ્પાયર રિચર્ડ કેટલબોરોએ LBW આઉટ આપી દીધો હતો. પોવેલિયન પરત ફરતા પહેલા કોહલીએ શુભમન ગિલ સાથે વાત કરી અને રિવ્યૂ ન લેવાનો નિર્ણય લીધો. કોહલી ઓન-સાઇડમાંથી મેહિદી હસનના બોલને ફ્લિક કરવા માટે આગળ વધ્યો, પરંતુ બૉલ નીચો રહ્યો અને પેડ સાથે અથડાયો. જેના આધારે અમ્પાયરે તેને આઉટ આપી દીધો હતો. બાદમાં જોવામાં આવેલા રિપ્લેમાં અલ્ટ્રાએજમાં સ્પાઇક જોવા મળે છે. તેનો મતલબ કે બોલ પહેલા બેટ પર લાગ્યો અને પછી પેડ સાથે. સૌથી મોટી આશ્ચર્યની વાત એ હતી કે દુનિયાના સૌથી સુપરસ્ટાર બેટ્સમેન કોહલીને પણ ખ્યાલ નહોતો કે બૉલ બેટ સાથે લાગ્યો છે. આવી સ્થિતિમાં જો કોહલીએ રિવ્યૂ લીધું હોત તો તે આઉટ થતા બચી ગયો હોત.
પેવેલિયન પરત ફરતા પહેલા તેણે શુભમન ગિલ સાથે રિવ્યૂ લેવા અંગે ચર્ચા કરી હતી. પરંતુ જે બેટ્સમેન બોલ રમી રહ્યો છે તે સારી રીતે જાણે છે કે બોલ બેટને લાગ્યો છે કે નહીં. વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં 100થી વધુ મેચ રમનાર ભારતનો એકમાત્ર ખેલાડી છે. તેણે 2011માં ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ભારતીય બેટિંગ ઓર્ડરમાં મહત્વની કડી રહ્યો છે. અત્યાર સુધી તેણે 114 ટેસ્ટ મેચમાં 8871 રન બનાવ્યા છે જેમાં 29 સદી અને 30 અડધી સદી સામેલ છે.
It was clearly not out. This is so frustrating to see. Shubman Gill, from the non-striker's end, should have asked Virat Kohli to take DRS. pic.twitter.com/mtnoqPuaho — K¹⁸. (@KrishnaVK_18) September 20, 2024
It was clearly not out. This is so frustrating to see. Shubman Gill, from the non-striker's end, should have asked Virat Kohli to take DRS. pic.twitter.com/mtnoqPuaho
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp