ઈઝરાયેલનો સતત બીજા દિવસે હિઝબુલ્લાહ પર હુમલો, દાવો- હિઝબુલ્લાહ કમાન્ડર ઢેર

ઈઝરાયેલનો સતત બીજા દિવસે હિઝબુલ્લાહ પર હુમલો, દાવો- હિઝબુલ્લાહ કમાન્ડર ઢેર

09/21/2024 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

ઈઝરાયેલનો સતત બીજા દિવસે હિઝબુલ્લાહ પર હુમલો, દાવો- હિઝબુલ્લાહ કમાન્ડર ઢેર

પહેલા પેજર વિસ્ફોટ, પછી રેડિયો સેટ અને વોકી-ટોકીના વિસ્ફોટ બાદ, ઇઝરાયેલી સેનાએ સતત બીજા દિવસે હિઝબુલ્લાહ પર હવાઈ હુમલા ચાલુ છે. એક રિપોર્ટ અનુસાર, પોતે ઈઝરાયેલની સેનાએ આ જાણકારી આપતા કહ્યું કે તેણે બેરૂતમાં કેટલીક જગ્યાઓ પર હુમલો કર્યો છે.

આ હુમલા બાદ માહિતી આપતા લેબનીઝ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે બેરૂતના ઉપનગરીય વિસ્તારોમાં ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા અને 59 લોકો ઘાયલ થયા. જ્યારે ઈઝરાયેલના એક અધિકારીએ જણાવ્યું કે બેરૂતમાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં વરિષ્ઠ હિઝબુલ્લાહ સૈન્ય અધિકારી ઈબ્રાહિમ અકીલને નિશાનો બનાવવામાં આવ્યો હતો. આ હુમલાને લઇને ઈઝરાયેલે દાવો કર્યો છે કે હિઝબુલ્લાહના વરિષ્ઠ અધિકારી ઈબ્રાહિમ અકીલ બેરૂત પર તેના હવાઈ હુમલામાં માર્યો ગયો.

આ અગાઉ ઇઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાહે શુક્રવારે ઉત્તરી ઇઝરાયેલ પર 140 રોકેટ છોડ્યા હતા. હિઝબુલ્લાના નેતા હસન નસરલ્લાહ દ્વારા ઇઝરાયેલ પર મોટા પ્રમાણમાં બોમ્બ ધડાકા કરીને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધાના એક દિવસ બાદ આ હુમલો થયો છે. ઇઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે ત્રણ વખત રોકેટ છોડવામાં આવ્યા હતા અને જે લેબનાન સાથે તબાહ થઇ ચૂકેલી સરહદ પરના સ્થળોને નિશાનો બનાવવામાં આવ્યા હતા.


હિઝબુલ્લાહે આ હુમલાને ગણાવ્યો બદલો

હિઝબુલ્લાહે કહ્યું કે તેણે રોકેટ વડે કત્યુશા સરહદ પર સ્થિત અનેક સ્થળો પર હુમલો કર્યો, જેમાં ઘણી હવાઈ રક્ષા સ્થળો અને ઇઝરાયેલી સશસ્ત્ર બ્રિગેડના મુખ્ય મથકનો સમાવેશ થાય છે, જેના પર પ્રથમ વખત હુમલો કરવામાં આવ્યો છે. હતો. હિઝબુલ્લાહે જણાવ્યું હતું કે દક્ષિણ લેબનાનમાં ગામો અને ઘરો પર ઇઝરાયલી હુમલાનો બદલો લેવા રોકેટ છોડવામાં આવ્યા હતા.


હસન નસરલ્લાહે વીડિયો જાહેર કર્યો હતો

હસન નસરલ્લાહે વીડિયો જાહેર કર્યો હતો

આ અગાઉ ગુરુવારે, હિઝબુલ્લાહના નેતાએ એક ધમકીભર્યો વિડિયો બહાર પાડ્યો હતો, જેમાં કહ્યું હતું કે ઇઝરાયેલના હુમલામાં તેના રેડિયો અને પેજરો ઉડાવી દેવામાં આવ્યા હતા, જેનાથી તમામ લાલ રેખાઓ પાર થઇ ગઇ હતી. હસન નસરલ્લાહ પોતાના સંબોધનમાં કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે અમે એક મોટા સુરક્ષા અને સૈન્ય હુમલાને આધીન છીએ, જે પ્રતિરોધના ઈતિહાસમાં અભૂતપૂર્વ છે અને લેબનાનના ઈતિહાસમાં અભૂતપૂર્વ છે. આ પ્રકારની હત્યા, લક્ષ્યીકરણ અને ગુના વિશ્વમાં અભૂતપૂર્વ હોઈ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top