Health : શિયાળામાં વધી જાય છે સ્કીન ડ્રાઈ થવાની સમસ્યા? તો આ રીતે ઘરમાં રહેલુ 'દેશી ઘી' જ દૂર ક

Health : શિયાળામાં વધી જાય છે સ્કીન ડ્રાઈ થવાની સમસ્યા? તો આ રીતે ઘરમાં રહેલુ 'દેશી ઘી' જ દૂર કરશે તમારી સમસ્યા

12/01/2022 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

Health : શિયાળામાં વધી જાય છે સ્કીન ડ્રાઈ થવાની સમસ્યા? તો આ રીતે ઘરમાં રહેલુ 'દેશી ઘી' જ દૂર ક

શિયાળામાં ત્વચા ઝડપથી ડ્રાય થઈ જાય છે. જેના કારણે ચહેરાની ચમક ગાયબ થઈ જાય છે અને ક્યારેક ત્વચાને નુકસાન થવાનો ખતરો વધી જાય છે. તમારા ઘરમાં રહેલુ 'દેશી ઘી' તમને આ સમસ્યાઓથી રાહત અપાવી શકે છે. જાણો કઈ રીતે ઉપયોગમાં લેવું?


શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહે છે

શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહે છે

દેશી ઘી સામાન્ય રીતે ઘરોમાં ખાવા માટે વપરાય છે. ઘી ખાવાથી શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહે છે. તેમાં રહેલા વિટામિન A, કેલરી અને અન્ય પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે ઘી ખાવાથી માત્ર શરીરને જ ફાયદો નથી થતો પરંતુ તેનો ઉપયોગ ચહેરા પર પણ કરી શકાય છે. તે ત્વચાની ડ્રાયનેસ દૂર કરવાનું કામ કરે છે. ઘી ફાટેલા હોઠથી લઈને સોજા સુધીની સમસ્યાને દૂર કરે છે. ચાલો જાણીએ કે અન્ય કયા રોગોમાં તેની અસર દેખાય છે.


સનબર્નને કરે છે દૂર

સનબર્નને કરે છે દૂર

ઘી નેચરલ વેઈટગેનર તરીકે ઓળખાય છે પરંતુ તેનો ઉપયોગ સનબર્ન પર પણ કરી શકાય છે. સૂર્યના કિરણોને કારણે ક્યારેક ત્વચા પર કાળા ડાઘ પડી જાય છે. આવી સ્થિતિમાં જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા તે જગ્યા પર ઘી લગાવો તો બળતરાના નિશાન દૂર થઈ જાય છે. આ સિવાય તમે તેને ચહેરા પર લગાવીને પણ સૂઈ શકો છો.


સોજાને કરે છે દૂર

સોજાને કરે છે દૂર

હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર ઘીની અંદર એવા આયુર્વેદિક ગુણ હોય છે જે શરીરના સોજા ઘટાડવાનું કામ કરે છે. તેને ચહેરા પર લગાવતા પહેલા ચહેરાને પાણીથી ધોઈ લો અને સ્વચ્છ કપડાની મદદથી સાફ કરો. આ પછી ઘી ને થોડું ગરમ ​​કરો અને શરીર ના સોજા વાળા ભાગ પર લગાવો.


ફાટેલા હોઠ અને સ્કીન ઈન્ફેક્શન રાખે છે દૂર

ફાટેલા હોઠ અને સ્કીન ઈન્ફેક્શન રાખે છે દૂર

શિયાળાની ઋતુમાં ફાટેલા હોઠને કારણે ક્યારેક તેમાંથી લોહી પણ આવવા લાગે છે. ઘી તમને ફાટેલા હોઠની સમસ્યાથી રાહત આપે છે. તેની અંદર એવા ગુણ છે જે ત્વચાની રેડનેસને દૂર કરે છે. જો તમને કોઈપણ પ્રકારનું સ્કીન ઈન્ફેક્શન હોય તો તે તમારી ત્વચાની સમસ્યાને દૂર કરે છે.

ઘી શિયાળામાં ત્વચામાં ભેજ જાળવી રાખે છે. જો તમે દરરોજ સૂતી વખતે તેનો ઉપયોગ ત્વચા પર કરો છો, તો તે તમને ડ્રાય સ્કીનથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top