Stock Market: ટ્રમ્પના ટેરિફથી લઈને TCSના પરિણામ સુધી.. આ 3 ફેક્ટર નક્કી કરશે શેર બજારની ચાલ

Stock Market: ટ્રમ્પના ટેરિફથી લઈને TCSના પરિણામ સુધી.. આ 3 ફેક્ટર નક્કી કરશે શેર બજારની ચાલ

07/07/2025 Business

SidhiKhabar

SidhiKhabar

Stock Market: ટ્રમ્પના ટેરિફથી લઈને TCSના પરિણામ સુધી.. આ 3 ફેક્ટર નક્કી કરશે શેર બજારની ચાલ

Stock Market News: ગયા અઠવાડિયે શેરબજારમાં ઘણી અસ્થિરતા જોવા મળી હતી. જોકે, છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં વધારા સાથે બંધ થયા હતા, પરંતુ જો આપણે અઠવાડિયાના ટ્રેડિંગ પર નજર કરીએ તો, સેન્સેક્સ 626.01 પોઈન્ટ અથવા 0.74 ટકા ઘટ્યો હતો. આજથી શરૂ થતા સપ્તાહની વાત કરીએ તો, અમેરિકાથી લઈને ભારત સુધીના ઘણા મોટા પરિબળો શેરબજારની ગતિવિધિને અસર કરી શકે છે. ટ્રમ્પના ટેરિફની ડેડલાઇન 9 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી છે, તો આ અઠવાડિયે દેશની સૌથી મોટી IT કંપની ટાટા ગ્રુપની TCS પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કરી શકે છે.


ગયા અઠવાડિયે શેરબજારની આ સ્થિતિ હતી

ગયા અઠવાડિયે શેરબજારની આ સ્થિતિ હતી

ગયા અઠવાડિયે શેરબજારમાં અસ્થિરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે BSE સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાંથી જ્યાં 6 કંપનીઓના બજાર મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારે 4 કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં તેજ ઉછાળા સાથે વધારો થયો છે. અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસની વાત કરીએ તો, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ઇન્ડેક્સ 193.42 પોઈન્ટના વધારા સાથે 83,432.89ના લેવલ પર બંધ થયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી ઇન્ડેક્સ 55.70 પોઈન્ટના ઉછાળા સાથે 25,461 પર બંધ થયો હતો.


ટ્રમ્પ ટેરિફ પર પ્રતિબંધ માટેની અંતિમ તારીખ સમાપ્ત થઈ રહી છે

ટ્રમ્પ ટેરિફ પર પ્રતિબંધ માટેની અંતિમ તારીખ સમાપ્ત થઈ રહી છે

આજથી શરૂ થતા અઠવાડિયામાં શેરબજારની ગતિવિધિ પર સૌથી મોટી અસર અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની થઈ શકે છે. ગત 2 એપ્રિલે ભારતને 26 ટકા ટેરિફ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યું હતું. જોકે, થોડા દિવસો બાદ જ, અમેરિકન રાષ્ટ્રપતિએ ભારત સહિત ઘણા દેશો પર લાદવામાં આવેલા ટેરિફ પર 90 દિવસ માટે રોક લગાવી દીધી હતી અને હવે તેની અંતિમ તારીખ નજીક છે. જી હાં, ટ્રમ્પના ટેરિફની ડેડલાઇન 9 જુલાઈએ સમાપ્ત થઈ રહી છે અને આ દરમિયાન, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કોઈપણ સહમતિ કે અસહમતિની સીધી અસર બજારમાં ઉતાર-ચઢાવ લાવી શકે છે.


12 દેશો પર ટેરિફ બોમ્બની અસર દેખાશે!

12 દેશો પર ટેરિફ બોમ્બની અસર દેખાશે!

આગામી ફેક્ટરની વાત કરીએ તો, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 10 કરતાં વધુ દેશો પર ટેરિફ બોમ્બ ફોડવાની જાહેરાત કરી ચૂક્યા છે અને આ અઠવાડિયાના પહેલા કાર્યકારી દિવસે સોમવારે ફૂટી શકે છે. ટ્રમ્પે 12 દેશો માટે એક ટ્રેડ લેટરમાં હસ્તાક્ષર કર્યા છે અને અહેવાલ મુજબ તેમાં લખ્યું છે કે તેમના પર કેટલો ટેરિફ લાદવામાં આવી રહ્યો છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે આ પત્રો 'સ્વીકાર કરો અથવા છોડી દો' અલ્ટીમેટમ સાથે બધા દેશોને મોકલવામાં આવશે. જોકે, તેમણે આ યાદીમાં સમાવિષ્ટ દેશોના નામ જાહેર કર્યા નથી. એવામાં, જો ભારતને આ યાદીમાં સામેલ કરવામાં આવે છે, તો તેની અસર શેરબજાર પર પણ જોવા મળશે.


TCS ત્રિમાસિક પરિણામોની પણ અસર થશે

TCS ત્રિમાસિક પરિણામોની પણ અસર થશે

કંપનીઓના ત્રિમાસિક પરિણામોની અસર શેરબજાર પર જોવા મળી છે અને આ ટ્રેન્ડ ફરી શરૂ થયો છે. આ અઠવાડિયે ઘણી IT કંપનીઓ પોતાના પરિણામો જાહેર કરવા જઈ રહી છે અને તેમાં દેશની સૌથી મોટી IT કંપની ટાટા ગ્રુપની TCSનો પણ સમાવેશ થાય છે. ગયા અઠવાડિયે આ ટાટા કંપનીએ જાહેરાત કરી હતી કે 30 જૂનના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો અંગે TCS બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક 10 જુલાઈ 2025ના રોજ યોજાશે. એવામાં, આ દિગ્ગજ કંપનીના ત્રિમાસિક પરિણામોની અસર શેરબજારમાં પણ જોઈ શકાય છે. હાલમાં માર્કેટ વેલ્યૂની દૃષ્ટિએ TCS દેશની ત્રીજી સૌથી મોટી કંપની છે.

(નોંધ- શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top