Vinod Kambli Health Update: વિનોદ કાંબલીના મગજમાં થઇ આ બીમારી, મેડિકલ રિપોર્ટમાં થયો સનસનીખેજ ખ

Vinod Kambli Health Update:વિનોદ કાંબલીના મગજમાં થઇ આ બીમારી, મેડિકલ રિપોર્ટમાં થયો સનસનીખેજ ખુલાસો

12/24/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

Vinod Kambli Health Update: વિનોદ કાંબલીના મગજમાં થઇ આ બીમારી, મેડિકલ રિપોર્ટમાં થયો સનસનીખેજ ખ

Vinod Kamblis health: ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેનની બીમારીને લઈને એક સનસનીખેજ ખુલાસો થયો છે. પૂર્વ ડાબોડી બેટ્સમેનને શનિવારે, 21 ડિસેમ્બરના રોજ થાણેની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, કાંબલીએ દુઃખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે હૉસ્પિટલમાં તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરે કાંબલીની બીમારી અંગે સનસનીખેજ ખુલાસો કર્યો છે.


કાંબલીના મગજમાં આ સમસ્યા

કાંબલીના મગજમાં આ સમસ્યા

સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, કાંબલીને તેમના જ એક પ્રશંસકે હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. તેમને થાણેની આકૃતિ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જે તેમના આજ ચાહકની છે. આ હૉસ્પિટલમાં કાંબલીની સારવાર કરી રહેલા ડૉ. વિવેક ત્રિવેદીએ જણાવ્યું કે, શરૂઆતમાં પૂર્વ ક્રિકેટરે યુરિનરી ઈન્ફેક્શન અને તાણની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને આ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ડૉક્ટરે કહ્યું કે, તેમના પર ઘણા મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યા અને રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા. ડૉક્ટર ત્રિવેદીએ જણાવ્યું કે રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 52 વર્ષીય કાંબલીના મગજમાં લોહીના થર જામી ગયા છે. જો કે ડૉક્ટરે અત્યારે તેમની ગંભીરતા વિશે વધુ ખુલાસો કર્યો નથી, પરંતુ તેમણે કહ્યું કે હૉસ્પિટલમાં એક વિશેષ ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે. તેમજ 24મી ડિસેમ્બરે મંગળવારે ફરીથી તેમના ટેસ્ટ કરવામાં આવશે. એટલું જ નહીં, ડૉક્ટરે એમ પણ જણાવ્યું કે હૉસ્પિટલના ઈન્ચાર્જે કાંબલીની સંપૂર્ણ સારવાર મફતમાં કરવાનો નિર્ણય લીધો છે.


નાદુરસ્ત તબિયતના કારણે લાઇમલાઇટમાં

નાદુરસ્ત તબિયતના કારણે લાઇમલાઇટમાં

છેલ્લા કેટલાક અઠવાડિયામાં કાંબલીની બગડતી તબિયત ફરી ચર્ચામાં છે. તે હાલમાં જ સચિન તેંદુલકર સાથે મુંબઈમાં એક ઈવેન્ટમાં જોવા મળ્યા હતા, જ્યાં તેઓ ખૂબ જ કમજોર દેખાઈ રહ્યા હતા અને તેઓ સારી રીતે ઊભા પણ થઈ શકતા નહોતા. એટલું જ નહીં, થોડા મહિનાઓ અગાઉ તેમનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તેઓ બરાબર ચાલી પણ શકતા નહોતા અને કેટલાક લોકોએ તેમની મદદ માટે આવવું પડ્યું હતું. તેમની તાજેતરની સ્થિતિ જોયા બાદ, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ અને તેની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમે મદદની ઓફર કરી હતી, પરંતુ એમ પણ કહ્યું હતું કે કાંબલીએ પોતાને રિહેબિલિટેશમાં રહેવું પડશે, જેને બેટ્સમેને સ્વીકાર્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top