સસ્તી હોવા સાથે જ 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર પણ જોઈએ છે? 10 લાખના બજેટમાં આ કારો બેસ્ટ છે

સસ્તી હોવા સાથે જ 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર પણ જોઈએ છે? 10 લાખના બજેટમાં આ કારો બેસ્ટ છે

11/15/2024 Business

SidhiKhabar

SidhiKhabar

સસ્તી હોવા સાથે જ 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર પણ જોઈએ છે? 10 લાખના બજેટમાં આ કારો બેસ્ટ છે

Best 5 Star Safety Rated Cars: આજના સમયમાં એક બાદ એક અનેક નવી ગાડીઓ લોન્ચ થઈ રહી છે. એવામાં હવે કાર બનાવતી કંપનીઓની મોટી જવાબદારી છે કે તેઓ ગાડીઓમાં લેટેસ્ટ ફીચર્સ સાથે લોકોની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખે. કાર ખરીદતી વખતે લોકો એ પણ તપાસે છે કે તેઓ જે કાર ખરીદવા જઈ રહ્યા છે તે કેટલી સુરક્ષિત છે.

જો તમે પણ સસ્તી કિંમત સાથે જ કોઈ 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. અહીં અમે તમને કેટલીક 5-સ્ટાર સેફ્ટી રેટિંગ કારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે ખરીદવાનું વિચારી શકો છો.


ટાટાની ઘણી કારના નામ સામેલ છે

ટાટાની ઘણી કારના નામ સામેલ છે

ભારતમાં ટાટા મોટર્સની ઘણી ગાડીઓ છે, જેને ગ્લોબલ NCAP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળી છે. ટાટા મોટર્સની આ ગાડીઓની યાદીમાં Tata Harrier, Tata Safari, Tata Nexon, Tata Punch અને Tata Altrozના નામ સામેલ છે. જો 10 લાખ રૂપિયાના બજેટમાં આવનારી કારની વાત કરીએ તો તેમાં Tata Punch, Altroz ​​અને Nexonના નામ સામેલ છે.


Tata Punch:

Tata Punch:

આ યાદીમાં પ્રથમ નામ ટાટા પંચનું છે, જે ભારતીય બજારમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ સાથેની સૌથી સસ્તી SUV છે. આ કારની કિંમતની વાત કરીએ તો તેની એક્સ-શૉ રૂમની કિંમત 6.13 લાખ રૂપિયા છે. આ કારને ગ્લોબલ NCAP તરફથી ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળી છે.


Tata Altroz

Tata Altroz

આ સિવાય લિસ્ટમાં બીજું નામ Tata Altrozનું છે, તેની શરૂઆતની એક્સ-શૉરૂમ કિંમત 6.6 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ગ્લોબલ NCAPએ પણ આ સસ્તી કારને ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ આપી છે.


Tata Nexon

Tata Nexon

ત્રીજી કારની વાત કરીએ તો તે Tata Nexon છે. ગ્રાહકો આ કારને ભારતીય બજારમાં 8 લાખ રૂપિયાની એક્સ-શૉરૂમ કિંમતે ખરીદી શકે છે. આ કારને ગ્લોબલ NCAP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ પણ મળી છે.


Maruti Suzuki Dzire

Maruti Suzuki Dzire

આગામી કાર Maruti Suzuki Dzire છે, જેણે આવતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. ગ્લોબલ NCAP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મેળવનારી મારુતિની તે પ્રથમ કાર બની ગઈ છે. મારુતિની આ કાર 6.79 લાખ રૂપિયાની એક્સ-શૉરૂમમાં શરૂઆતી કિંમતે લોન્ચ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વાહનોને ગ્લોબલ NCAP તરફથી ક્રેશ ટેસ્ટમાં સેફ્ટી રેટિંગ મળે છે જે વાહનોની તમામ વિશેષતાઓ તપાસે છે અને તે મુજબ તેમને રેટિંગ આપે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top