કોંગ્રેસને ચંદ્રયાનમાં બેસાડીને ચંદ્ર પર મોકલી દઈશું', જાણો CM હિમંત બિસ્વા સરમાએ શા માટે કરી આ વાત
મધ્ય પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આસામના સીએમ હિમંત બિસ્વા સરમા જબલપુર પહોંચ્યા હતા. આજે તેમણે ત્યાં માડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે 14 ટીવી એન્કરોના શોમાં તેમના પ્રતિનિધિઓને ન મોકલવાના INDIA ગઠબંધનના નિર્ણય પર કોંગ્રેસની આકરી ટીકા કરી.
હિમંત સરમાએ કહ્યું કે, સેન્સરશીપ લગાવવાનો અને મીડિયાને બોયકોટ કરવાનો કોંગ્રેસનો જે આ નશો છે એનો ઈતિહાસ તો 1975થી જ શરૂ થાય છે. આ કંઈ નવું નથી. આ તેમનું રિહર્સલ છે. ભારતમાં કોંગ્રેસની સરકાર આવી તો મીડિયા પર સેન્સરશીપ લગાવી દેશે.
આ સાથે જ તેમણે કોંગ્રેસને ચંદ્ર પર મોકલી આપવાનો કટાક્ષ કરતા કહ્યું કે, ઈસરોએ યોગ્ય સમય પર ચંદ્રયાન બનાવી દીધુ છે. આપણે ચંદ્રયાનમાં બેસાડીને આખી કોંગ્રેસને ચંદ્ર પર મોકલી દઈશું. પછી ત્યાં જઈને સરકાર બનાવો, પ્રતિબંધ લગાવો અમને કોઈ પ્રોબ્લેમ નથી.
એન્કરોના બોયકોટના પગલાની તુલના બાળક દ્વારા ક્લાસમાં કરવામાં આવતા વર્તન સાથે કરતા હિમંતે કહ્યું કે, બાળપણમાં ક્લાસમાં જ્યારે મતભેદ થતા હતા ત્યારે અમે લોકો કટ્ટી કરી લેતા હતા. કોંગ્રેસનો માહોલ બિલ્કુલ એવો જ બની ગયો છે.
INDIA ગઠબંધનના મીડિયા સેલની વર્ચ્યુઅલ મીટિંગમાં દેશના 14 પ્રખ્યાત એન્કરોના કાર્યક્રમોમાં સ્પોક પર્સનને ન મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. જે બાદ સમગ્ર દેશમાં આ અંગે ઘમાસાણ મચી ગયુ છે.
જો કે પવન ખેડાએ શનિવારે આ અંગે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે, INDIA ગઠબંધને કોઈનો બહિષ્કાર કરવાનો નિર્ણય નથી લીધો. વાત માત્ર એટલી છે કે, જે એન્કરોના કાર્યક્રમોમાં પ્રતિનિધિ ન મોકલવાની વાત થઈ રહી છે તેઓ પોતાના કાર્યક્રમો દ્વારા નફરત ફેલાવે છે. અમને તેનો ભાગ ન બનવાનો અધિકાર છે અને તેથી અમે તેમાં અમારા પ્રતિનિધિને મોકલીશું નહીં.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp