2300 ટકાનો વધ્યો નફો, આ કંપનીના શેર ખરીદવાની મચી છે હોડ, શેરની કિંમત 150 રૂપિયાથી પણ ઓછી

2300 ટકાનો વધ્યો નફો, આ કંપનીના શેર ખરીદવાની મચી છે હોડ, શેરની કિંમત 150 રૂપિયાથી પણ ઓછી

10/26/2023 Business

SidhiKhabar

SidhiKhabar

2300 ટકાનો વધ્યો નફો, આ કંપનીના શેર ખરીદવાની મચી છે હોડ, શેરની કિંમત 150 રૂપિયાથી પણ ઓછી

કંપનીના ત્રિમાસિક પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે. બુધવારે Welspun India Ltdએ ક્વાર્ટર રિઝલ્ટ જાહેર કર્યા હતા. જુલાઈથી લઈને સપ્ટેમ્બર સુધી કંપનીનું પ્રદર્શન શાનદાર રહ્યું. Welspun India Ltdએ નેટ પ્રોફિટમાં 2,300 ટકાથી વધું વધારો થયો છે. ક્વાર્ટર પરિણામ આવ્યા બાદ કંપનીના શેરોની ડિમાન્ડ વધી ગઈ છે. બુધવારે Welspun India Ltdના શેરોમાં 13 ટકાની તેજી જોવા મળી છે.


200 કરોડ રૂપિયાથી વધુનો રહ્યો ચોખ્ખો નફો:

200 કરોડ રૂપિયાથી વધુનો રહ્યો ચોખ્ખો નફો:

Welspun India Ltdના ત્રિમાસિક પરિણામો મુજબ, જુલાઈથી લઈને સપ્ટેમ્બર સુધી નેટ પ્રોફિટ 200.41 કરોડ રૂપિયાનો રહ્યો છે, જ્યારે એક વર્ષ અગાઉ આ ત્રિમાસિકમાં Welspun India Ltdનું નેટ પ્રોફિટ 8.33 કરોડ રૂપિયાનો રહ્યો હતો. તો જૂન ત્રિમાસિકથી તુલના કરીએ તો આ વખત કંપનીને 23.15 ટકા વધારે શુદ્ધ લાભ થયો છે. Welspun India Ltd તરફથી આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે રેવન્યૂ 2509.08 કરોડ રૂપિયા રહી છે. ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 2113.46 કરોડ રૂપિયાની થઈ હતી.


શેરોમાં 63 ટકા કરતાં વધુની તેજી:

શેરોમાં 63 ટકા કરતાં વધુની તેજી:

બુધવારે કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં 11.48 ટકાની તેજી સાથે 142.30 રૂપિયાના લેવલ પર પહોંચીને બંધ થયા હતા. છેલ્લા 6 મહિના દરમિયાન Welspun India Ltdના શેરોની કિંમતમાં 63 ટકાથી વધુની તેજી જોવા મળી છે. તો એક વર્ષ અગાઉ જે રોકાણકારોએ કંપનીના શેર ખરીદીને અત્યાર સુધી હોલ્ડ રાખ્યા હશે તેમને 78 ટકાથી વધુનો ફાયદો થઈ ચૂક્યો હશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top