બજેટ 2024: શું વધતી મોંઘવારી વચ્ચે કરદાતાને લાભ? જાણો આ બજેટ સત્રમાં સરકાર કેવી કેવી ભેટ આપશે

બજેટ 2024: શું વધતી મોંઘવારી વચ્ચે કરદાતાને લાભ? જાણો આ બજેટ સત્રમાં સરકાર કેવી કેવી ભેટ આપશે

07/05/2024 National

SidhiKhabar

SidhiKhabar

બજેટ 2024: શું વધતી મોંઘવારી વચ્ચે કરદાતાને લાભ? જાણો આ બજેટ સત્રમાં સરકાર કેવી કેવી ભેટ આપશે

જુલાઈના ત્રીજા સપ્તાહમાં, સંસદના ચોમાસુ સત્ર દરમિયાન 2024-25નું બજેટ રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. નાણામંત્રી નિર્મલા સીતારાનનું આ સતત સાતમું અને PM મોદીના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ હશે.


'અચ્છે દિન કી આસ'

'અચ્છે દિન કી આસ'

2024નું આગામી બજેટ બસ એક સપ્તાહ દૂર છે. સંસદનું ચોમાસું સત્ર વર્ષ 22 જુલાઈથી શરૂ થઈ શકે છે. ઠીક આ જ  સમયે બજેટ રજૂ થાય છે. મળતી વિગતો મુજબ નાણામંત્રી 24 જુલાઈના રોજ બજેટ રજૂ કરી શકે છે. લોકોને મોદી સરકારથી બહુ બધી આશાઓ છે કે આ વખતે વધતી મોંઘવારી પર ધ્યાન આપીને કરદાતાઓને થોડી રાહત આપવામાં આવશે. આ વખતે બજેટમાં સરકાર મધ્યમ વર્ગની સમસ્યાઓ પર ધ્યાન આપીને તેના ઉકેલ પર વિચાર કરી રહી છે. આગામી બજેટ 2024-25માં કરદાતાઓને સારા સમાચાર મળી શકે છે. રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકાર જનતા માટે ટેક્સ રાહતના પગલાં પર વિચાર કરી રહી છે.


શું કરમુક્તિ મર્યાદા વધશે?

શું કરમુક્તિ મર્યાદા વધશે?

અહેવાલો મુજબ, નવી કર પ્રણાલીમાં થોડી છૂટ આપવામાં આવશે. જે અંતર્ગત કરમુક્તિ મર્યાદા પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરવાની દરખાસ્ત સમીક્ષા હેઠળ છે. 1 લાખ સુધીની વાર્ષિક આવક પર કર જવાબદારી નાબૂદ કરવાનો બીજો એક વિકલ્પ પણ વિચારણા હેઠળ છે. આનથી કર-માળખુ  આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના  ધોરણો સાથે મેળ ખાશે એવું પણ પ્રાથમિક અનુમાન છે.


સિક્કાની બીજી બાજુ આ પણ...

સિક્કાની બીજી બાજુ આ પણ...

તો બીજી તરફ અમિત બંસલ - પાર્ટનર-ડાયરેક્ટ ટેક્સ, સિંઘાનિયા એન્ડ કંપની-એ જણાવ્યું હતું કે, “આ બજેટમાં કરદાતાઓ માટે કોઈ ફેરફાર અથવા રાહત નહીં હોય, કારણ કે સરકારે પહેલાથી જ બજેટની વિગતો પ્રકાશિત કરી દીધી છે કોઈ નવી જોગવાઈઓ અથવા ગોઠવણોનો સમાવેશ કરવામાં આવ્યો નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top