'પેજર એટેક ઇઝરાયેલનો માસ્ટરસ્ટ્રોક', ભારત આવા હુમલાથી કેવી રીતે બચી શકે? આર્મી ચીફે બતાવ્યો પ્લ

'પેજર એટેક ઇઝરાયેલનો માસ્ટરસ્ટ્રોક', ભારત આવા હુમલાથી કેવી રીતે બચી શકે? આર્મી ચીફે બતાવ્યો પ્લાન

10/01/2024 National

SidhiKhabar

SidhiKhabar

'પેજર એટેક ઇઝરાયેલનો માસ્ટરસ્ટ્રોક', ભારત આવા હુમલાથી કેવી રીતે બચી શકે? આર્મી ચીફે બતાવ્યો પ્લ

ગયા મહિને 17 સપ્ટેમ્બરના રોજ, ઇઝરાયેલે સમગ્ર લેબનોનમાં એક સાથે 5,000 પેજર્સ વિસ્ફોટ કરીને આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી હતી. આ વિસ્ફોટોમાં 4000 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટોના કારણે 1500 હિઝબુલ્લાહ લડવૈયાઓએ તેમના હાથ અને આંખો પણ ગુમાવી દીધી હતી. હવે ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ ઇઝરાયેલની પેજર હુમલાની રણનીતિને માસ્ટરસ્ટ્રોક ગણાવી છે.

મંગળવારે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ઇઝરાયેલના પેજર હુમલા સાથે સંબંધિત સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું કે જે પેજરની વાત થઇ રહી છે. તેને તાઇવાનની એક કંપનીના નામે તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હંગેરિયન કંપનીએ બ્રાન્ડ નામનો ઉપયોગ કરીને આ પેજરો હિઝબુલ્લાહને સપ્લાય કરી દીધા.


પ્લાન સાથે જ યુદ્ધ શરૂ થાય છે

પ્લાન સાથે જ યુદ્ધ શરૂ થાય છે

આર્મી ચીફે કહ્યું કે યુદ્ધ લડાઇના દિવસથી શરૂ થતું નથી, પરંતુ એ દિવસથી શરૂ થાય છે જ્યારે પ્લાન બનવાનો શરૂ થાય છે. પેજર હુમલા જેવા પ્લાન માટે વર્ષોની તૈયારીની જરૂર પડે છે. આ હુમલાથી સ્પષ્ટ થઇ ગયું છે કે ઇઝરાયેલી તેના માટે તૈયાર હતા.


ભારતે સજાગ રહેવું પડશે

ભારતે સજાગ રહેવું પડશે

જ્યારે આર્મી ચીફને પૂછવામાં આવ્યું કે ભારત પેજર જેવા હુમલાથી કેવી રીતે બચી શકે છે? તો તેમણે કહ્યું કે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ જેવી બાબતો છે. તેની બાબતે ખૂબ કાળજી લેવી જોઇએ. આપણે અનેક સ્તરે તપાસ કરવી પડશે. સપ્લાય ચેઇનમાં ગરબડીથી બચવું જઇએ છે. આવી ઘટનાઓ ન બને તે માટે ટેક્નિકલ અને મેન્યુઅલ સ્તર પર સઘન તપાસ હાથ ધરવી પડશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top