Budget 2025: શેરબજારના કયા સેક્ટર્સ પર નજર રાખશો? શેરબજાર પર શું અસર થશે? કયા સેક્ટર્સમાં જોવા

Budget 2025: શેરબજારના કયા સેક્ટર્સ પર નજર રાખશો? શેરબજાર પર શું અસર થશે? કયા સેક્ટર્સમાં જોવા મળી શકે છે તેજી? જાણો મહત્વના મુદ્દાઓ

02/01/2025 Business

Guest Column
A Column by Guest
Guest Column
Guest Column

Budget 2025: શેરબજારના કયા સેક્ટર્સ પર નજર રાખશો? શેરબજાર પર શું અસર થશે? કયા સેક્ટર્સમાં જોવા

Budget 2025: આજે કેન્દ્રીય સરકારનું વર્ષ ૨૦૨૫નું વાર્ષિક બજેટ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવ્યું. તેમના દ્વારા રજૂ કરવામાં આવેલું આઠમું બજેટ હતું. આખું બજેટ મુખ્ય ચાર દિશા કૃષિ, લઘુ ઉધોગ, રોકાણ અને નિકાસ તરફ કેન્દ્રિત હતું. એ સાથે જ અત્યાર સુધીના મોટા ભાગના બજેટ વખતે ઉચ્ચ મધ્યમવર્ગ અને મધ્યમવર્ગના લોકોને નિરાશા જ સાંપડતી હતી. પણ નિર્મલા મેડમે એ સઘળી ફરિયાદોનો એકઝાટકે નિકાલ લાવવો હોય એમ આવકવેરાની મર્યાદામાં ધરખમ વધારો કરી દીધો છે. આનાથી મધ્યમવર્ગ તો ખુશ થશે જ, સાથે શેર માર્કેટ પર પણ લાંબા ગાળાની અસરો જોવા મળી શકે છે.


બજેટ અને શેરબજાર વચ્ચે છે ઘનિષ્ટ સંબંધ

બજેટ અને શેરબજાર વચ્ચે છે ઘનિષ્ટ સંબંધ

આ વખતે નવા કરના દર મધ્યમવર્ગી લોકોના બચતમાં વધારો કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણની આ મોટી જાહેરાત બાદ મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે. જો કોઈ વ્યક્તિ વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે, તો તેને એક રૂપિયો પણ ટેક્સ ચૂકવવાની જરૂર રહેશે નહીં. પરંતુ જો તે 12 લાખ રૂપિયાથી એક રૂપિયો પણ વધુ હોય, તો ટેક્સ ચૂકવવો પડશે. સાથે જ સરકાર ઘરગથ્થુ વપરાશ (household consumption) પર ભાર મૂકી રહી છે. બજેટ અને શેરબજારનો સંબંધ ખુબ ઘનિષ્ઠ છે. દાખલા તરીકે, નાણામંત્રીએ ભાડા પર TDSની મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા વાર્ષિક કરી છે. તેના કારણે રિયલ એસ્ટેટ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો.


કયા સેક્ટર્સમાં તેજી આવી શકે છે?

કયા સેક્ટર્સમાં તેજી આવી શકે છે?

૧) હેલ્થકેર

આ બજેટમાં મેડિકલ અને હેલ્થકેર સેક્ટરને વિશેષ મહત્વ મળ્યું છે. ઘણા જરૂરી ડ્રગ અને મટીરીયલને કરમુક્ત કર્યા છે. સાથે હેલ્થકેર ટેકનોલોજી ક્ષેત્રે પણ ઘણા સકારાત્મક અભિગમ દેખાય રહ્યો છે.

૨) ટુરિઝમ

૫૦ જેટલા ટુરિઝમ સ્થળોને સરકાર વિકસાવાશે. જેને લીધે ટુરિઝમ ક્ષેત્રે ઘણા સકારાત્મક અભિગમો દેખાશે.

૩) કન્સમ્પશન

જે રીતે ઘરગથ્થુ વપરાશ પર આખું બજેટ ધ્યાન દોરે છે તે રીતે ઘણા આ ક્ષેત્રના શેર પર સૌથી વધુ ફાયદો દેખાય રહ્યો છે.

૪) ઓટોમોબાઇલ

બેટરીના ભાવ ઘટાડાને જોતા ઇવી વાહનો સાથે જોડાયેલ શેરો પર લોકોની નજર રહેશે.

૫) અન્ય

રેલવે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રે કોઈ મોટા નિર્ણયો લેવાયા નથી, જેથી લોકોને આક્ષાંકાઓ સંતોષાય નહોતી. જેને લીધે નકારાત્મક અસર જોવા મળી શકે.

રિટેલ રોકાણકારોને બજેટ સમજતા ઘણીવાર સમય લાગતો હોય છે, એથી આવનારા સમયમાં શેરબજાર પર થનારા સુધારા પર નજર રાખવી જરૂરી રહી. સાથે નવું ટેકસ બિલ પણ ઘણો મોટો ભાગ ભજવી શકે છે


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top