હવે આ અબજપતિ છે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, 100 અબજ ડોલર ક્લબમાં વેઇટરની એન્ટ્રી

હવે આ અબજપતિ છે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, 100 અબજ ડોલર ક્લબમાં વેઇટરની એન્ટ્રી

05/30/2024 Business

SidhiKhabar

SidhiKhabar

હવે આ અબજપતિ છે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, 100 અબજ ડોલર ક્લબમાં વેઇટરની એન્ટ્રી

દુનિયાની અમીરોની બ્લૂમબર્ગ લિસ્ટ (Bloomberg Billionaires Index)માં જેફ બેજોસ હવે પહેલા નંબર પર છે. બર્નાર્ડ અર્નાલ્ડ બીજા નંબર પર આવી ગયા છે. બેજોસ પાસે 205 અને અર્નાલ્ડ પાસે 203 અબજ ડોલરની સંપત્તિ છે. એલન મસ્ક 202 અબજ ડોલરના નેટવર્થ સાથે ત્રીજા નંબર પર છે. જેનસેન હુઆંગનો દબદબો તેજીથી વધી રહ્યો છે. હવે તેઓ 100 અબજ ડોલર ક્લબમાં પણ સામેલ થઈ ગયા છે. આ ક્લબમાં હવે 15 એવા અબજપતિ છે જેમનું નેટવર્થ 100 અબજ ડોલરથી ઉપર છે. તેમાં અંબાણી-અદાણી પણ સામેલ છે. જેનસેનના નામે વધુ એક ઉપલબ્ધિ નોંધાઈ છે. આ વર્ષે તેઓ સૌથી વધુ કમાણી કરનારા માર્ક જુકરબર્ગને ખૂબ પાછળ છોડીને નંબર વન પોઝિશન પર પહોંચી ગયા. હુઆંગ એક સમયે નોકર હતા.


કમાણીમાં નંબર વન હુઆંગ:

કમાણીમાં નંબર વન હુઆંગ:

બ્લૂમબર બિલેનિયર ઇન્ડેક્સના હાલના આંકડાઓ મુજબ, જેનસેન હુઆંગ 101 અબજ ડોલરના કુલ નેટવર્થ સાથે દુનિયાના અમીરોની લિસ્ટમાં 15માં નંબર પર છે. આ વર્ષે અત્યાર સુધી તેમણે પોતાના નેટવર્થમાં 56.8 અબજ ડોલર જોડ્યા છે. બીજા નંબર પર મિચેલ ડેલ છે. આ વર્ષે તેમના નેટવર્થમાં 44.7 અબજ ડોલરનો વધારો થયો છે. તેમની પાસે 123 અબજ ડોલરની સંપત્તિ છે. માર્ક જુકરબર્ગ હવે કમાણીની લિસ્ટમાં ત્રીજા નંબર પર પહોંચી ગયા છે. આ વર્ષે તેમની કમાણી 40.7 અબજ ડોલર રહી અને એ દુનિયાના ચોથા નંબરના અમીર છે. દુનિયાના સૌથી અમીર જેફ બેજોસ માત્ર 27.7 અબજ ડોલર જોડી શક્યા છે.


કોણ છે જેનસેન હુઆંગ?

કોણ છે જેનસેન હુઆંગ?

જેનસેન હુઆંગ કમ્પ્યુટર પ્રોસેસર અને AI ટેક્નોલોજીની કંપની એનવીડિયાના ચેરમેન છે. તેમણે વર્ષ 1993માં કંપનીની સ્થપના કરી અને 1999માં પહેલી ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટની રજૂઆત કરી. હુઆંગ એક સમયે Nennys રેસ્ટોરાંમાં નોકર તરીકે પણ કામ કરતાં હતા. પરંતુ આજે તેમની ગણતરી દુનિયાના સૌથી અમીર લોકોમાં થાય છે.  વર્ષ 1963માં તાઈવનમાં હુઆંગનો જન્મ થયો હતો. તેમનો પરિવાર પહેલી વખત થાઈલેન્ડમાં રીલોકેટ થયો, જ્યારે તેઓ 5 વર્ષના હતા. 9 વર્ષના હતા તો બંને ભાઈ કાકા સાથે રહેવા ટેકોમા, વૉશિંગટન જતાં રહ્યા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top