કૈલાશ પર્વત પર આજ સુધી કોઈ કેમ ન ચઢી શક્યું? કઇ રહસ્યમય શક્તિ રોકે છે?
કૈલાશ પર્વતને ભગવાન શંકરનું ઘર કહેવામાં આવે છે. શિવ પુરાણથી લઈને વિષ્ણુ પુરાણ અને સ્કંદ પુરાણમાં કૈલાશ પર્વતનો ઉલ્લેખ મળે છે. ઘણા ગ્રંથોમાં તેને પૃથ્વીની ધુરી અને સ્વર્ગનો રસ્તો બતાવવામાં આવ્યો છે. કૈલાશ પર્વત, હિન્દુ ધર્મના સૌથી પવિત્ર તીર્થ સ્થળોમાંથી એક તો છે જ, બૌદ્ધ, બૉન, જૈન અને સિખ ધર્મમાં પણ તેને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. કૈલાશ પર્વત ભારત, ચીન અને તિબેટની સીમાથી લગભગ 100 કિમી દૂર ચીન દ્વારા શાસિત પશ્ચિમ તિબેટ વિસ્તારમાં છે. તે 6656 મીટર (21,778 ફૂટ) ઊચી ટોચ છે, એટલે કે માઉન્ટ એવરેસ્ટથી નાની. એ છતા આજ સુધી કોઈ પણ વ્યક્તિ કૈલાશ પર્વત પર ચઢી શકી નથી.
તિબેટમાં પ્રચલિત કહાનીઓ મુજબ બૌદ્ધ ભિક્ષુ મિલારેપા એકમાત્ર વ્યક્તિ હતા, જે કૈલાશ પર્વત પર પહોંચ્યા હતા. જો કે, તેનું પ્રમાણ નથી. તમામ પર્વતારોહક પર્વતના શિખર પર પહોંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યા. રશિયન પર્વતારોહક સર્ગેઇ સિસ્ટિયાકો માઉન્ટ કૈલાશના ચઢાણ માટે નીકળ્યો અને જ્યારે તે ટોચ પર પહોંચવાની નજીક હતો, ત્યારે તેની તબિયત અચાનક ખૂબ બગડી ગઈ અને પાછું ફરવું પડ્યું. વધુ એક પર્વતરોહક કર્નલ આર.સી. વિલ્સન કહે છે કે, જ્યારે તેઓ શિખર પર ચઢવા લાગ્યા તો અચાનક ભારે બરફવર્ષા થવા લાગી અને તેમણે મજબૂરીમાં નીચે ફરવું પડ્યું.
વૈજ્ઞાનિકોની એક ટીમે પણ કૈલાશ પર્વત પર ચઢાવનો પ્રયાસ કર્યો. તિબેટી લામા તેમને વારંવાર ના પડતા રહ્યા. અંતે તેમણે હાર માની લીધી, પરંતુ ટીમમાં સામેલ 4 પર્વતારોહકોના એક કે બે વર્ષની અંદર મોત થઈ ગયા. તમામ પર્વતારોહક કહે છે કે કૈલાશ પર્વત પર કોઈ અદૃશ્ય શક્તિ છે, જે તેમને ઉપર ચઢતા રોકે છે. જો કે, વૈજ્ઞાનિકો અને એક્સપર્ટ્સના ઘણા તર્ક તેમાંથી વિરુદ્ધ છે. તેઓ કહે છે કે માઉન્ટ એવરેસ્ટથી નાનો છે, પરંતુ તેનું એંગલ ખૂબ શાર્પ છે, ટોચ એકદમ સીધી છે એટલે તેની તેના પર ચઢવું લોઢાના ચણા ચાવવા જેવું છે. વર્ષ 2001માં ચીન સરકારે કૈલાશના ચઢાણ પર રોક લગાવી દીધી.
કૈલાશ પર્વતને લઈને હજુ પણ જાત જાતના દાવા કરવામાં આવે છે. કેટલાક લોકો દાવો કરે છે કે, કૈલાશ પર્વત પર રહસ્યમય લાઇટ સળગતી દેખાય છે. ઘણી જગ્યાએ દાવો મળે છે કે અહીથી અજીબોગરીબ અવાજ આવતા રહે છે. એવા પણ દાવા મળે છે કે કૈલાશ પર્વત પર એલિયન અને યતિ રહે છે, પરંતુ ન તો તેની ક્યારેય પુષ્ટિ થઈ છે અને ન કોઈ પ્રમાણ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp