આ જગ્યાએ વાદળ ફાટ્યું, 32 લોકો ગુમ થયા, અત્યાર સુધી એકનું મોત

આ જગ્યાએ વાદળ ફાટ્યું, 32 લોકો ગુમ થયા, અત્યાર સુધી એકનું મોત

08/01/2024 National

SidhiKhabar

SidhiKhabar

આ જગ્યાએ વાદળ ફાટ્યું, 32 લોકો ગુમ થયા, અત્યાર સુધી એકનું મોત

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા અને મંડી જિલ્લામાંથી અકસ્માતના ભયાનક સમાચાર સામે આવી રહ્યા છે. અહીં શિમલા જિલ્લાના રામપુર વિસ્તારના સમેજ ખડ્ડા વિસ્તારમાં વાદળ ફાટ્યું છે. તેની સાથે મંડીના પધર સબ-ડિવિઝનના થલટૂખોડ વિસ્તારમાં પણ વાદળ ફાટવાથી ભારે તબાહી સર્જાઈ છે.  આ બંને જિલ્લામાં વાદળ ફાટવાના કારણે કુલ 32 લોકો ગુમ થયા છે તો એકનું મોત થયું છે. રેસ્ક્યૂ ટીમોઓને ઘટના સ્થળે મોકલવામાં આવી રહી છે.


ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપે આપી માહિતી

ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાની સાથે જ DSRF, પોલીસ બળ અને બચાવ દળની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. વાદળ ફાટવાથી પ્રભાવિત વિસ્તારમાંથી 19 લોકો ગુમ થયાના અહેવાલ છે. આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. જિલ્લા પ્રશાસને લોકોને ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવા જણાવ્યું છે. DC અનુપમ કશ્યપના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ બાદ ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ થવાને કારણે બચાવ ટીમ ઉપકરણો સાથે 2 કિલોમીટર પગપાળા ચાલીને પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. બચાવ ટીમના અધિકારીઓને વાદળ ફાટવાની ઘટનાથી પ્રભાવિત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે કહેવામાં આવ્યું છે.


કાટમાળમાં વહી ગયા મકાન, પુલ અને JCB મશીન

કાટમાળમાં વહી ગયા મકાન, પુલ અને JCB મશીન

શિમલા રાયપુરમાં ઝાકરીમાં ગઈકાલે રાત્રે વરસાદને કારણે, ઘાનવી અને સમેજ ખડ્ડુમાં વાદળ ફાટવાને કારણે જળ સ્તર ખૂબ વધી ગયું. ઘાનવીમાં વાદળ ફાટવાને કારણે આવેલા પૂરની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વાદળ ફાટવાને કારણે 5 મકાનો, 2 ફૂટ બ્રિજ, સ્કૂલ બિલ્ડિંગ, હૉસ્પિટલ, પાવર પ્રોજેક્ટ રેસ્ટ હાઉસ, એક JCB મશીન અને 3 નાના વાહનો કાટમાળ સાથે વહી ગયા હતા. વાદળ ફાટવા દરમિયાન કાટમાળ કેટલાક ઘરોમાં ઘુસી ગયો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top