Early Dinner Benefits: આપણે આપણા આહારમાં શું ખાઇએ છીએ અને કયા સમયે ખાઇએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. જેમ આપણા સ્વાસ્થ્ય માટે સમયસર સૂવું અને સમયસર જાગવું જરૂરી છે. એ જ રીતે, સમયસર રાત્રિ ભોજન કરવું પણ મહત્ત્વપૂર્ણ છે. બદલાતી લાઇફસ્ટાઇલ અને મોડી રાત સુધી કામ અને ફન કલ્ચરના કારણે ખાવાની આદતોમાં ખૂબ બદલાવ આવ્યો છે. આ કારણે ઘણા લોકો મોડી રાત્રે ખાય છે, જે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધારે છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્ય નિષ્ણાતો વહેલા રાત્રિભોજન એટલે કે 8:00 વાગ્યા અગાઉ ખાવાની સલાહ આપે છે. આવો જાણીએ રાત્રે વહેલા ખાવાવાથી શું ફાયદા થાય છે?
પાચનતંત્ર દિવસ દરમિયાન વધુ સક્રિય રીતે કામ કરે છે. પછી જેમ-જેમ સાંજ થાય છે તેમ-તેમ પેટ અને આંતરડામાં એસિડ અને એન્ઝાઇમનો સ્ત્રાવ ઓછો થવા લાગે છે. આ જ કારણ છે કે જો તમે મોડી રાત્રે ડિનર કરો છો, તો પાચનતંત્ર ખોરાકને યોગ્ય રીતે પચાવી શકતું નથી.
રાત્રે વહેલા ભોજન ખાવાથી એસિડ રિફ્લક્સ અથવા એસિડિટીની સમસ્યા દૂર રહે છે. ઉપરાંત, આ સમસ્યાઓથી પીડાતા લોકો માટે, સમયસર રાત્રિભોજન કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
રાત્રે વહેલા ભોજન લેવાથી પાચનતંત્રને આખી રાત આરામ કરવા માટે વધુ સમય મળે છે.
વહેલું રાત્રિભોજન કરવાથી ભૂખ નિયંત્રિત થાય છે, મોડી રાત્રે નાસ્તો અને તૃષ્ણા થતી નથી અને શરીર સારી રીતે કેલરી બર્ન કરવામાં સક્ષમ છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
જ્યારે શરીર અને પાચનતંત્ર રાત્રે ખોરાકને પચાવવા માટે સખત મહેનત કરતા નથી, ત્યારે તે શરીરને આરામ આપે છે, જેનાથી સુકૂનની ઊંઘ આવે છે.
રાત્રે વહેલા ભોજન લેવાથી 12-14 કલાક સુધી પેટને આરામ મળે છે. સાથે જ એક પ્રકારનો ઉપવાસ થઇ જાય છે. સામાન્ય રીતે, ઉપવાસ મુશ્કેલ લાગી શકે છે, પરંતુ આ રીતે, વહેલા રાત્રિભોજન અને સૂઇ જવાથી ઉપવાસની ખબર પડતી નથી, જેનાથી ઉપવાસ સરળતાથી થઇ જાય છે.