એક મકાનમાં લાગી આગ, દાઝી જતા 3 છોકરીઓના દર્દનાક મોત, પિતાની હાલત ગંભીર

એક મકાનમાં લાગી આગ, દાઝી જતા 3 છોકરીઓના દર્દનાક મોત, પિતાની હાલત ગંભીર

07/31/2024 National

SidhiKhabar

SidhiKhabar

એક મકાનમાં લાગી આગ, દાઝી જતા 3 છોકરીઓના દર્દનાક મોત, પિતાની હાલત ગંભીર

નોઇડા ફેઝ-I પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે વહેલી સવારે ઝૂગ્ગી બસ્તી વિસ્તારના એક મકાનમાં આગ લાગવાથી 3 માસૂમ છોકરીઓ જીવતી સળગી ગઈ. ત્રણેય મૃતક છોકરીઓના પિતાની હાલત પણ નાજૂક છે. ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ દાઝી ગયેલા યુવકને નોઇડાની જિલ્લા હૉસ્પિટલ લઈ ગઈ. ત્યાંથી તેને સફદરજંગ રેફર કરવામાં આવ્યો છે. ડૉક્ટરોના કહેવા મુજબ ગંભીર છે. આ ઘટનાથી અરેરાટી મચી ગઈ.


આ ઘટના સવારે 4:00 વાગ્યે ઘટી:

આ ઘટના સવારે 4:00 વાગ્યે ઘટી:

આગનું કારણ રૂમમાં રાખેલી બેટરીને ચાર્જ કરતી વખત શોર્ટ સર્કિટ થવાનું બતાવવામાં આવી રહ્યું છે. ઘટના બુધવારે સવારે લગભગ 4:00 વાગ્યાની છે. DCP રામ બદન સ જણાવ્યું કે, સવારે લગભગ 4:00 વાગ્યે રૂમમાં આગ લાગવાની જાણકારી મળી. આસપાસના લોકોએ ફાયર વિભાગને ઘટનાની જાણકારી આપી. ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચીને માત્ર 10 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો. જો કે, રૂમની અંદર સૂતી 3 છોકરીઓને ન બચાવી શકાઈ. કહેવામાં આવ્યું કે, જે સમયે આગ લાગી પરિવાર ઊંઘી રહ્યો હતો. ઊંઘમાં સૂતી છોકરીઓને જીવ બચાવવા માટે ભાગવાનો અવસર પણ ન મળ્યો. નસીબજોગ ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો, નહિતર આસપાસની ઘણી અન્ય ઝુંપડીઓમાં પણ આગ લાગી જતી અને મૃતકોની સંખ્યા વધારે થઈ જતી.


ઘરનો બધો સામાન સળગીને રાખ થયો

ઘરનો બધો સામાન સળગીને રાખ થયો

DCPએ જણાવ્યું કે, ત્રણેય છોકરીઓ પરિવાર સાથે રૂમમાં ઊંઘી રહી હતી. છોકરીઓ બેડ પર માતા-પિતા જમીન પર સૂતા હતા. આગે મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણે કરી લીધું, જેથી ત્રણેય છોકરીઓ આસ્થા (10 વર્ષ), નૈના (7 વર્ષ) અને આરાધ્યા (5 વર્ષ) આગમાં સળગી ગઈ. ત્રણેયને હૉસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડૉક્ટરોએ ત્રણેય છોકરીઓને મૃત જાહેરકરી દીધી. તો તેના પિતા દૌલત રામ (32 વર્ષ)ને ગંભીર હાલતમાં સફદરજંગ હૉસ્પિટલમાં રેફર કરી દેવામાં આવ્યો છે. ઘરનો બધો સામાન સળગીને રાખ થઈ ગયો છે.


રૂમમાં બેટરી ચાર્જ થઈ રહી હતી

રૂમમાં બેટરી ચાર્જ થઈ રહી હતી

ઝુંપડીમાં એક જ રૂમ હતો. ત્યાં જ બેટરી ચાર્જ થઈ રહી હતી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ચાર્જિંગ દરમિયાન જ શોર્ટ સર્કિટ થયું અને તેમાં આગ લાગી ગઈ. આગ તેજીથી ફેલાઈ અને થોડી મિનિટોમાં જ સૂતી છોકરીઓ તેની ઝપેટમાં આઆવી ગઈ. આગ બુઝાવાયા બાદ બધાને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. બધો સામાન સળગીને રાખ થઈ ગયો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top