અભિનવ અરોડાએ જણાવ્યું કેમ તેને રામભદ્રાચાર્યે ફટકાર લગાવી હતી?
હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહેલો 10 વર્ષીય અભિનવ અરોડા સોમવારે મથુરા કોર્ટમાં પહોંચ્યો હતો. તેના વકીલ દ્વારા 7 યુટ્યુબર્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. અભિનવનું કહેવું છે કે તેને માત્ર ટ્રોલ જ કરવામાં આવી રહ્યો નથી, પરંતુ જીવથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે એક કાર્યક્રમમાં જગદગુરુ રામભદ્રાચાર્ય સાથે ઉભો નજરે પડી રહ્યો છે. જ્યારે જગદગુરુ કંઇક કહે છે, ત્યારે તેને સ્ટેજ પરથી ઉતારી દેવામાં આવે છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે જગદગુરુ રામભદ્રાચાર્યએ અભિનવને મૂર્ખ કહ્યો અને તેને સ્ટેજ પરથી ઉતારી દીધો. આ વીડિયો વાયરલ થયા બાદ ટ્રોલર્સ અભિનવ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
અભિનવ અરોડા સોશિયલ મીડિયા એન્ફ્લૂએન્સર છે. તેના ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અકાઉન્ટ્સ છે. ઘણીવાર ભગવાન કૃષ્ણ અને રામના ભક્તિના વીડિયો પોસ્ટ કરે છે. અભિનવના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.
મથુરા કોર્ટમાં ફરિયાદ કરવા પહોંચેલા અભિનવ અરોડાએ કહ્યું કે તેને ધમકીઓ અને ગાળો આપવામાં આવી રહી છે. તે કોર્ટમાં આવવા માગતો નહોતો પરંતુ મજબૂરીના કારણે આવવું પડ્યું. અભિનવે જણાવ્યું કે તેણે કોર્ટમાં 7 યુટ્યુબર્સ વિરુદ્ધ ફરિયાદ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમકીઓ આવી રહી છે, એ સિવાય ફોન કોલ્સ પણ આવી રહ્યા છે. અભિનવનો દાવો છે કે તેને 500થી વધુ ધમકીભર્યા ફોન કોલ આવ્યા છે. અભિનવે કહ્યું કે, 'બધાએ જોયું કે રામભદ્રાચાર્યએ મને સ્ટેજ પરથી ઉતારી દીધો હતો, પરંતુ કોઇએ ન જોયું કે તેમણે મને પોતાના રૂમમાં બોલાવ્યો હતો અને મને આશીર્વાદ પણ આપ્યા હતા.
આ વીડિયો પ્રતાપગઢનો નથી. વીડિયો એક વર્ષ જૂનો છે અને વૃંદાવનનો છે. મારા ઘરની બહાર હોબાળો થઇ રહ્યો છે. જીવથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. ક્યાં સુધી સહન કરીશ? મારે કોર્ટમાં જવું નહોતું, પરંતુ મારે જવું પડ્યું. અભિનવે જણાવ્યું કે રામભદ્રચાર્યએ તેને શા માટે ઠપકો આપ્યો હતો. અભિનવે કહ્યું કે, 'સદ્ગુરુ રામભદ્રાચાર્યજીને જોઇને હું ભક્તિમાં તલ્લીન થઇ ગયો. મને લાગે છે કે મેં સ્ટેજની ગરિમાનું ઉલ્લંઘન કર્યું છે. તે મારી ભૂલ હતી. ત્યારબાદ મેં ક્યારેય ફરી એમ કર્યું નથી.
અભિનવ અરોડાના વકીલ અજયે કહ્યું કે, તેમની વિરુદ્ધ સતત ગુનાહિત ગતિવિધિઓ કરવામાં આવી રહી છે. ગુનાહિત અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ 7 યુટ્યુબર્સ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોર્ટે આ મામલે પોલીસ પાસેથી રિપોર્ટ માગ્યો છે. બીજી તરફ, જ્યારે અભિનવ અરોડા પોતાના પરિવાર સાથે કોર્ટમાંથી બહાર આવ્યો, ત્યારે તેને લોરેન્સ બિશ્નોઇ ગેંગના માણસો તરફથી જીવથી મારી નાખવાની ધમકી મળી, ત્યારબાદ પરિવારના હૃદયના ધબકારા વધી ગયા છે. એવામાં અભિનવ અરોડાની માતાએ સરકાર પાસે જાન-માલની સુરક્ષાની માગ કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp