PM મોદી સામે બદનક્ષીનો દાવો માંડશે કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી! રાહુલને સજા પછી કોંગ્રેસનો વળતો

PM મોદી સામે બદનક્ષીનો દાવો માંડશે કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી! રાહુલને સજા પછી કોંગ્રેસનો વળતો ઘા?! પણ એવું કરવામાં ક્યાંક...

03/24/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

PM મોદી સામે બદનક્ષીનો દાવો માંડશે કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી! રાહુલને સજા પછી કોંગ્રેસનો વળતો

સુરતની કોર્ટમાં રાહુલ ગાંધીએ કાયદાકીય હારનો સામનો કરવો પડ્યો છે અને કોર્ટે તેમને મોદી સમાજની બદનક્ષીના કેસમાં બે વર્ષની સજા તેમજ 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યા છે. જો કે જામીન મળી જતા રાહુલને રાહત મળી છે અને હવે તેઓ સેશન્સ કોર્ટમાં જશે. બીજી તરફ કોંગ્રેસના બીજા એક નેતા રેણુકા ચૌધરીએ આવો જ એક બદનક્ષીનો કેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કરવાની કવાયત શરુ કરી દીધી છે.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

વર્ષ 2018માં સંસદમાં પ્રધાનમંત્રી મોદીજી બોલી રહ્યા હતા, એ દરમિયાન કોંગ્રેસી નેતા રેણુકા ચૌધરી જોરજોરમાં અટ્ટહાસ્ય કરી રહ્યા હતા. એમના હાસ્યથી વડાપ્રધાનના પ્રવચનમાં વિક્ષેપ પડી રહ્યો હતો. આથી સત્તાપક્ષના સદસ્યો અકળાયા. તત્કાલીન સ્પીકર વેન્કૈયા નાયડુજી એ ખુદ અટ્ટહાસ્ય કરીને સદનની કામગીરીમાં વિક્ષેપ પાડી રહેલા રેણુકા ચૌધરી સહિતના વિપક્ષી સદસ્યોને કડક શબ્દોમાં ચેતવણી આપીને ટોક્યા હતા. પરંતુ ખુદ પ્રધાનમંત્રી મોદીએ હળવા મૂડમાં કટાક્ષ કરતા કહેલું કે “સભાપતિ જી, મેરી આપશે પ્રાર્થના હૈ, રેણુકા જી કો કુછ મત કીજીએ, રામાયણ સિરીયલ કે બાદ, ઐસી હંસી સુનનેકા આજ સૌભાગ્ય મિલા હૈ!” મોદીજીના આ કટાક્ષ પછી સત્તાપક્ષ તરફની પાટલીઓ પર હાસ્યનું હુલ્લડ મચી ગયું હતું, જ્યારે અત્યાર સુધી રેણુકા ચૌધરીના હાસ્યની મજા લઇ રહેલા વિપક્ષી સભ્યો અકળાઈ ઉઠ્યા હતા! કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી રેણુકા ચૌધરીએ જાહેરાત કરી છે કે એમને શૂર્પણખા કહીને મજાક ઉડાવવાના મામલે તેઓ ખુદ પ્રધાનમંત્રી મોદી સામે બદનક્ષીનો દાવો માંડવા જઈ રહ્યા છે.


મજાની વાત એ છે કે...

મજાની વાત એ છે કે...

આ આખા મુદ્દે મજાની વાત એ છે કે મોદીજી એ રેણુકા ચૌધરી માટે ‘શૂર્પણખા’ જેવો શબ્દ વાપર્યો જ નહોતો. પણ ચૌધરીના અટ્ટહાસ્યને “રામાયણ સિરીયલ સમયે સાંભળવા મળતું હાસ્ય” તરીકે ઓળખાવીને આડકતરી રીતે રાક્ષસી હાસ્યની ઉપમા આપી હતી. પરંતુ રેણુકા ચૌધરી અને એમના સાથીઓ આ જાળમાં ફસાઈને પોતે જ ‘શૂર્પણખા’ સાથે સરખામણી થઇ હોવાની વાત કરી હતી! આમ, એક રીતે જોવા જઈએ ટો પીધ કોંગ્રેસી નેતા આ મામલે થાપ ગયા છે, અને ઉપરાછાપરી બે-બે સેલ્ફ ગોલ કરી બેઠા છે.

એક ટો સદનની કાર્યવાહી ચાલતી હોય, અને ખુદ પ્રધાનમંત્રી બોલતા હોય, ત્યારે અપમાનજનક રીતે અટ્ટહાસ્ય કરવું યોગ્ય ન ગણાય. ખુદ સ્પીકરે એ બાબતે ટકોર કરી હતી. અને બીજું એ, કે મોદીજી એ મોઘમમાં જે વાત કરેલી, એમાં શૂર્પણખાનું નામ આપીને રેણુકા ચૌધરીએ પોતે જ પોતાની જાતને વધુ હાસ્યાસ્પદ બનાવી દીધી.

જો ચૌધરી ખરેખર મોદી સામે આ મામલે બદનક્ષીનો કેસ કરશે, તો એ કેસ રસપ્રદ થઇ રહેશે. દેશના સૌથી મોટા બે રાજકીય પક્ષોના સર્વોચ્ચ નેતાઓ પર થયેલા બદનક્ષીના કેસો આવનાર દિવસોમાં સમાચારોમાં ચમકતા રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top