આજથી અમરનાથ યાત્રા શરૂ, જાણો કેમ પડ્યું આ ગુફાનું નામ અમરનાથ

આજથી અમરનાથ યાત્રા શરૂ, જાણો કેમ પડ્યું આ ગુફાનું નામ અમરનાથ

06/29/2024 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

આજથી અમરનાથ યાત્રા શરૂ, જાણો કેમ પડ્યું આ ગુફાનું નામ અમરનાથ

આજ (29 જૂન 2024)થી અમરનાથ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. આ યાત્રા 19 ઑગસ્ટ 2024 શ્રાવણ પૂર્ણિમા (રક્ષાબંધન) સુધી ચાલશે. આ યાત્રા મહાદેવના ભક્તો માટે ખૂબ જ ખાસ હોય છે. અમરનાથ ધામને શિવનું સૌથી પવિત્ર અને ચમત્કારી સ્થળ માનવામાં આવ્યું છે. અહી મહાદેવ બાબા બર્ફાનીના શિવલિંગના રૂપમાં બિરાજે છે. આ લિંગ દર વર્ષે નિર્મિત થાય છે.


આ કારણે ગુફાને અમરનાથ ગુફા કહેવામાં આવે છે

આ કારણે ગુફાને અમરનાથ ગુફા કહેવામાં આવે છે

અમરનાથની ગુફામાં જ ભોલેનાથે માતા પાર્વતીને અમર થવાનું રહસ્ય બતાવ્યું હતું. શિવજીએ એકાંતમાં દેવીને રહસ્ય બતાવ્યું હતું કેમ કે જો કોઈ અમરકથા સાંભળી લેતું તો તે પણ અમર થઈ જતું. પૌરાણિક માન્યતા મુજબ, જે સમયે ભોલેનાથ દેવીને અમરત્વની કથા સંભળાવી રહ્યા હતા ત્યાં 2 કબૂતર પણ ઉપસ્થિત હતા. એ કબૂતરનું જોડું અમર થઈ ગયું. શ્રદ્ધાળુઓએ તેમને અહી જોવાનો દાવો પણ કર્યો છે. અમરકથાના સાક્ષી હોવાના કારણે આ ગુફાને અમરનાથ ગુફા કહેવામાં આવે છે.


ગુફાની શોધ એક એડરિએ બૂટા મલિકે કરી હતી

ગુફાની શોધ એક એડરિએ બૂટા મલિકે કરી હતી

અહી ગુફામાં ઉપસ્થિત એક નાનકડું શિવલિંગ રોજ થોડું થોડું વધે છે, જેની ઊંચાઈ 2 ગજથી વધુ થઈ જાય છે. ચંદ્રમા સાથે એ ઘટવા પણ લાગે છે. કહેવામાં આવે છે કે પહેલા આ ગુફાની શોધ એક એડરિએ બૂટા મલિકે કરી હતી. આ વર્ષે અમરનાથનો પહેલો જથ્થો રવાના થઈ ચૂક્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top